WWE સુપરસ્ટાર રોમન રેન્સને થઇ ખતરનાક બીમારી, ખુદ રિંગમાં આવીને જણાવ્યું દર્દ, પોતાનું યૂનિવર્સલ ચેમ્પિયનશિપ ટાઇટલ પણ કર્યું પરત, કહ્યું- હું પરત આવીશ

0
763

WWE ફેન્સ માટે ઘણા ખરાબ સમાચાર છે. યૂનિવર્સલ ચેમ્પિયન રોમન રેન્સે જાહેરાત કરી છે કે તે કેન્સર સામે લડી રહ્યો છે. રેન્સે જણાવ્યું કે ગત 11 વર્ષમાં લિયૂકીમિયા બીમારી સામે તે લડાઇ લડી રહ્યો છે. રેન્સે આશા વ્યક્ત કરી છે કે તે કોઇ દિવસ ફરી રિંગમાં પરત ફરશે. મંડે નાઇટ રૅામાં જ્યારે રેન્સે આ વાતનો ખુલાસો કર્યો ત્યારે તેના ફેન્સ રડી પડ્યા હતા. બીજી તરફ સાથીઓએ રેન્સને ગળે લગાવીને તેનો ઉત્સાહ વધાર્યો હતો.

મંડે નાઇટ રૅામાં રેન્સે આ બીમારીનો ખુલાસો કર્યો હતો. તે પોતાનો યૂનિવર્સલ ચેમ્પિયનશીપનું ટાઇટલ લઇને રિંગમાં આવ્યો અને ફેન્સ સામે પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. રેન્સે કહ્યું, ‘મારૂ અસલી નામ જે છે અને ગત 11 વર્ષમાં હું લિયૂકીમિયા સામે ઝઝુમી રહ્યો છું. દુર્ભ્યાગવશ આ ફરી આવી ગયું છે. હું પોતાની ભૂમિકા નહીં નીભાવી શકું. હું લડાઇ કરનારો ચેમ્પિયન નહી રહું જેને કારણે પોતાનું યૂનિવર્સલ ચેમ્પિયનશિપ ત્યાગી રહ્યો છું. હું જૂઠ બોલવા નથી માંગતો. હું તમારી દરેક પ્રાર્થનાનો સ્વીકાર કરુ છુ પરંતુ મને સંવેદનાની જરૂર નથી. તમને પણ મારી વાત માટે ખરાબ લાગી રહ્યું હશે.’

રેન્સે ખુલાસો કર્યો કે 2008માં જ તે લિયૂકીમિયા સામે ઝઝુમી રહ્યો છે. રેન્સ ગત કેટલાક WWE શોમાં નજરે નહતો પડતો. ફેન્સનું માનવુ હતુ કે તે ઇજા સામે ઝઝુમી રહ્યો છે. આ ગંભીર બીમારીને કારણે રેન્સે પોતાનો યૂનિવર્સલ ખિતાબ ત્યાગી દીધો છે. રેન્સે આગળ કહ્યું, ‘ક્યારેક જીવન તમારી પરીક્ષા લે છે અને મારી માટે સર્વશ્રેષ્ઠ વાત એ છે કે ઘરે જઇને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકીશ. હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છુ કે આ મારૂ વિદાય ભાષણ નથી. હું વાપસી કરીશ કારણ કે તમારી સામે સાબિત કરવા માંગીશ કે મે હાર નથી માની. હું આ બીમારીને હરાવીને જલ્દી વાપસી કરીશ.’