બુટલેગર એટલે દારૂવેચવા વાળો પણ ‘લૂંટલેગર ‘એટલે કોણ ? કોરોના માં પ્રગટ થયેલા ‘લૂંટલેગર’ રૂપિયાવાળા થઇ ગયા !વાંચો વિસ્તૃત અહેવાલ !!

0
98

કોરોના કહેર વચ્ચે સમગ્ર રાજ્ય માં લોકડાઉન ચાલુ હોય જેમાં અમુક ધંધા માટે થોડીક છૂટ અપાઈ છે પરંતુ પાન મસાલા,તમાકુ,બીડી,સિગારેટ સહિત ની કેટલીક વસ્તુઓ ના વેચાણ સદંતર બંધ હોવાથી વ્યસનીઓ ની તલપ જતા કેટલાક તત્વો ખાનગી રાહે આવી વસ્તુઓ લાવી કાળા બજાર માં વેંચતા હોઈ હાલ આ બાબતે કેટલાક કાળા બજારીયાઓને ઘી કેળા જોવા મળી રહ્યા છે ત્યારે એક નવો શબ્દ આવ્યો છે અને તે છે લૂંટલેવર….
લૂટલેગર..!! જેમ કોરોના એક નવું નામ વિશ્વ સમક્ષ આવ્યું, નવા જ પ્રકારની મુસીબતો આવી અને એક નવી પરિસ્થિતિમાંથી વિશ્વને પસાર થવું પડ્યું તેવી જ રીતે આ મહામારીમાં આ એક નવી પ્રજાતિનો ઉદભવ થયો…લૂટલેગર
બૂટલેગર શબ્દથી લગભગ બધા પરિચિત હશે, નાના મોટા પાયે ગામ,શહેર કે રાજ્યમાં દારૂનો ધંધો કરે તેને સામાન્ય રીતે બૂટલેગર કહેવામાં આવે છે. મહામારીના વિપરીત સમયમાં બૂટલેગરને પણ સારા કહેવડાવે તેવી પ્રજાતિનો ઉદભવ થયો આપણે તેને લૂટલેગર નામથી ઓળખીશું, આવો જાણીએ કોણ છે આ લૂટલેગર અને તે ક્યાંથી આવ્યા છે, તેમનો ધર્મ શું છે, અને તેમનો દેશ કયો છે.

બુટલેગર એટલે દારૂવેચવા વાળો પણ ‘લૂંટલેગર ‘એટલે કોણ ? કોરોના માં પ્રગટ થયેલા ‘લૂંટલેગર’ રૂપિયાવાળા થઇ ગયા !વાંચો વિસ્તૃત અહેવાલ !!

જીવવા માટે જે રીતે અનાજ,પાણી,દવા વગેરેની જરૂર પડે છે તેવી જ રીતે વર્ષોથી આપણા દેશના અનેક લોકો વ્યસનનો ભોગ બનેલા છે, અને તેવા લોકો માટે અનાજ,પાણી અને દવા કરતા વ્યસનની કિંમત વધુ હોય છે. હા, વાત છે ,બીડી,સિગારેટ,માવા,ગુટકા અને પાનમસાલાની. રાષ્ટ્ર ઉપર આવી પડેલી અણધારી આફતને કારણે કદાચ પ્રથમ વાર આ દેશની જનતાએ લોકડાઉન શબ્દ સાંભળ્યો અને તેને માણ્યો પણ ખરો, લોક ડાઉનના પ્રથમ દિવસથી જ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બીડી,સિગારેટ,તમાકુ,માવા,મસાલા,ફાકી,ગુટકા જેવી વસ્તુઓની બૂમો પડવા લાગી, લોકડાઉનના કારણે એક તરફ આખું ભારત બંધ હતું તો બીજી તરફ વ્યસની વ્યક્તિઓ રોજ બીડી,સિગારેટ,તમાકુ,માવા,મસાલા અને ગુટકા જેવી વસ્તુઓ તરફડતા હતા, અને એક મોટા સમૂહની તલપ અને તડપ જોઈ ઉદભવ થયો લૂટલેગરનો.
જયારે રાષ્ટ્ર ઉપર સંકટ આવે ત્યારે તે સમય વેપારનો નથી હોતો, રાષ્ટ્રના લોકોને સાચવી લેવાનો સમય હોય છે, જરૂરિયાતમંદોને શક્ય તેટલી મદદ કરવાનો સમય હોય છે,આવા સમયે કોઈ પણ વસ્તુનો ખોટી રીતે સંગ્રહ કરવો કે તેની કાળાબજારી કરવી તે રાષ્ટ્રદ્રોહ કરવા બરાબર છે, આછું પાતળું યાદ છે ત્યાં સુધી કાયદામાં આવા લોકો પર રાષ્ટ્રદ્રોહ લગાવી શકાય છે.
એક નાની પાનની દુકાનથી લઇ,કરોડો રૂપિયાનો માલ ભરી બેઠેલા હોલ સેલર સુધીના વેપારીઓ, કેટલાક ડીલર અને કેટલીક તો કંપનીઓ પોતે આ સમયે લોકોની ગરજ, તેમની તલપ અને તડપ જોઈ મહામારી સમયમાં ધધો કરવા મેદાનમાં આવી ગયા. જેમ જેમ લોક ડાઉનના દિવસો વધતા ગયા તેમ તેમ બીડી,સિગારેટ,તમાકુ,ગુટકા,સોપારી,માવા,મસાલા જેવી વસ્તુઓના ભાવ પચાસ ટકાથી લઇ પાંચસો ટકા સુધી વધારી દીધા, એમ સમજો કે આ મહામારીને આ લૂટલેગારો એ એક કમાવાનો અવસર બનાવી દીધો. સરકાર તરફથી લોકડાઉન જડબેસલાક હોવાની વાતો થતી રહી, ચોવીસ કલાક પોલીસ જાગતી ચોકી કરતી રહી અને આ બધાની વચ્ચે આ લૂટલેગારો અડધી રાત્રે કહો કે ધોળે દિવસે તેમની દુકાનોમાંથી માલ કાઢી કાઢી કાળાબજાર કરતા રહ્યા અને એવો વેપાર કર્યો છે કઈક કેટલાય હોલસેલર વેપારીઓ માત્ર ચાલીસ દિવસમાં કરોડો રૂપિયા કમાઈ ગયા.લોકડાઉનમાં કામ ધંધા બંધ હોવાને કારણે ઘણા લોકોએ તો માત્ર પૈસા કમાવવા બીડી,સિગારેટ,ગુટકા,તમાકુ,સોપારી અને માવા વેચવાનું શરુ કર્યું હોવાનું પણ જાનમાં આવ્યું છે. જો સરકારની નિયત સાફ હોય તો તાત્કાલિક ગુજરાતમાં બીડી,સિગારેટ,તમાકુ,ગુટકા,સોપારી તથા પાન મસાલાનું હોલસેલ વેચાણ કરતા તમામ વેપારીઓના બેંક એકાઉન્ટ ચેક કરવા જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. એક તરફ દેશ આખો સંકટમાંથી પસાર થઇ રહ્યો હોય અને આવા લૂટલેગારો દેશની જનતાને ઉઘાડેછોગ લૂટે તે કોઈ કાળે સહન કરી શકાય નહી.