કાલે ભારત-વિન્ડિઝ વચ્ચે પાંચમી વન-ડે, ભારતને ઘરઆંગણે છઠ્ઠી શ્રેણી જીતવાની તક

0
839

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણીનો અંતિમ મુકાબલો ગુરૂવારે તિરૂવનંતપુરમમાં રમાશે. શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. જો ટીમ આ મેચ જીતી જાય છે તો ઘરેલુ મેદાન પર સતત છઠ્ઠી શ્રેણી પર કબજો કરી લેશે. શ્રેણીની ત્રીજી વન ડે ટાઇ રહી હતી. ટીમ જો આ મુકાબલો હારી જાય છે તો શ્રેણી 2-2થી બરાબર થઇ જશે.

ભારતીય ટીમ ગત ત્રણ વર્ષથી ઘરમાં કોઇ વન ડે શ્રેણી હાર્યું નથી. અંતિમ વખત તેને દક્ષિણ આફ્રિકાએ 2015માં વન ડે શ્રેણીમાં 3-2થી હરાવ્યું હતું.

વિન્ડીઝ ભારતીય જમીન પર સાત વર્ષ બાદ પાંચ મેચની શ્રેણી રમી રહ્યું છે. અંતિમ વખત બન્ને ટીમો વચ્ચે પાંચ મેચની શ્રેણી 2011માં રમાઇ હતી, ત્યારે ટીમ ઇન્ડિયાએ સિરીઝ 4-1થી જીતી હતી.તે બાદ બન્ને વચ્ચે ત્રણ મેચની 2 સિરીઝ રમાઇ હતી. બન્નેમાં ભારત 2-1થી વિજયી બન્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ 2006 બાદ ભારતમાં કોઇ શ્રેણી જીતી શક્યુ નથી, જ્યારે ભારતે ગત વર્ષે વિન્ડીઝને તેની ધરતી પર 3-1થી હરાવ્યું હતું.