સમાગમનો આ છે સૌથી બેસ્ટ પ્રકાર, પરંતુ મોટાભાગની સ્ત્રીઓને નથી ગમતું આ કામ

0
5224

અહી જણાવેલી વાતો, સારવારના નુસખા અને ખોરાકની જે સલાહો આપવામાં આવે છે તે વિશેષજ્ઞોના અનુભવ પર આધારિત છે. કોઇપણ સલાહને અમલમાં લાવતા પહેલા તમારા ડોક્ટરને જરૂરથી પૂછવું. તબિયત તમને જાતે જ દવા લેવાની સલાહ નથી આપતી.

પ્રશ્ન:  પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.

ઉત્તર: આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ. તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કારણ શું છે.

ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.

પ્રશ્ન: કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે?

ઉત્તર: આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે.  વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે.

લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે.

પ્રશ્ન: સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે?

ઉત્તર: મોટાભાગના લોકો ‘ફ્રિજિડિટી’ શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, કયારેક- કયારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.

સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશયક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.

પ્રશ્ન: સંભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે?

ઉત્તર: શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ/ એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.

પ્રશ્ન: ઢીલી યોનિનો શો ઉપાય છે?

ઉત્તર: સામાન્ય રીતે ડિલીવરી પછી યોનિ ઢીલી થઈ શકે છે. યોનિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે ‘કેગલ’ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે. આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યોનિની ઢીલાશ ઓછી થઈ શકે છે.

પ્રશ્ન: શું કેટલીક સ્ત્રીઓ ગુદામૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ?

ઉત્તર: હા, કેટલીક સ્ત્રીઓને ગુદામૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિના હોઠોને વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે. જે સંભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.

પ્રશ્ન: શું સ્ત્રીએ યોનિ- ડુશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ?

ઉત્તર: ના, આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણમાં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે. ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેનો સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.

હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે?

એક મહિલા (મુંબઇ)

આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.

છેલ્લા બે વર્ષથી મારું માસિક ૧૫-૨૦ દિવસ મોડું આવે છે. માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે. માસિક શરૂ થતા  પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (નવસારી)

માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.

મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ  મારા પર નજર  રાખ્યા કરે છે. એકવાર તો તેણે  મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો. આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવતી (સુરત)

આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.

શક્ય હોય તો તેનો સામનો  કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે. ગુ્રપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.

હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે.  આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.

એક યુવતી (અમદાવાદ)

ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો  ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.

નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે. આ ઉપરાંત મને હસ્તમૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી?

એક યુવતી (મુંબઇ)

તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો. આ માટે વ્યાયામ કરો.

તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો. આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધો. તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.

હું ૨૫ વર્ષની પરિણીતા છું અને મારે ત્રણ વર્ષની  એક પુત્રી છે. મારા સ્તન પહેલેથી જ નાના હતાં, પરંતુ ડિલીવરી પછી ખૂબ લબડી પડયા છે. મેં સાંભળ્યું છે કે  એવી દવાઓ મળે છે જેનાથી લબડી ગયેલા સ્તન ફરીથી પહેલાં જેવા બનાવી શકાય છે.મહેરબાની કરીને આ વિશે સંપૂર્ણ જાણકારી આપો જેથી કરીને મારાં સ્તન સુંદર અને સુડોળ બની શકે.
એક યુવતી :  (સૂરત)

પ્રસૂતિ પછી  બાળકને દૂધ પીવડાવવાથી સ્તનના આકારમાં અમુક ફેરફાર થાય એ સ્વાભાવિક છે. આવા પરિવર્તનોથી નથી બચી શકાતું કે કોઈ  દવાથી એને દૂર કરી શકાતું.
હજુ સુધી એવી કોઈ ભરોસાપાત્ર દવા અથવા ક્રીમ શોધી શકાયાં નથી કે જે મનગમતું પરિણામ આપી શકે. સ્તનને મનગમતો આકાર આપવાનો જો કોઈ ઉપાય હોય તો એ છે કોસ્મેટિક સર્જરી. તમે કોસ્મેટિક સર્જનને મળો અને ઓપરેશનના ફાયદા અને મર્યાદાઓ સમજીને યોગ્ય નિર્ણય લો.

હું ૩૫ વર્ષની પરિણીતા  છું. મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. અમારા લગ્નને ૧૪ વર્ષ થયાં છે. અમારે બે બાળકો છે. અમારું લગ્નજીવન સુખરૂપ છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પતિ ઘણા જ જલદી સ્ખલિત થઈ જાય છે. જેના કારણે મને ચરમસુખ પ્રાપ્ત થઈ શકતું નથી.

અમે ‘સ્ટોપ-સ્ટાર્ટ’ અને  ‘સ્ક્રુઈઝ’ રીત પણ અજમાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો ન થયો. જ્યારે તે ‘ક્લાઈમેક્સ’ અથવા ‘ઓન્લી મી’ જેવા સ્પ્રેનો ઉપયોગ કરે ત્યારે તેમને જરૂર ફાયદો થાય છે અને હું પણ સંતોષ પ્રાપ્ત કરી શકું છું. મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે પુરુષ જો  જાયલોકેનનો ઉપયોગ કરે તો શીધ્રસ્ખલનની સમસ્યાનું નિવારણ થઈ શકે છે.

હવે અમને એ ચિંતા થવા લાગી છે કે વારંવાર સ્પ્રેનો ઉપયોગ કરવાથી મારા પતિના  સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર તો નહીં થાય ને? અમે અન્ય ઉપાયો શોધી રહ્યાં છીએ. શું વિયાગ્રા ઉપયોગમાં લઈ શકાય?

– એક પત્ની  : (રાજકોટ)

શીઘ્રસ્ખનલનની સમસ્યા મુખ્યત્વે મનોવૈજ્ઞાાનિક છે. જાતીય જીવન સક્રિય થતા શરૂઆતના દિવસોમાં જો સમાગમ પ્રક્રિયા પૂરતી કરવાની  ઘણી ઉતાવળ તથા માનસિક દબાણ હોય ત્યારે આ બાબત બને છે. જે કિશોર છુપાઈને ઉતાવળમાં હસ્તમૈથુન કરે છે અને સ્ખલિત થવામાં ઉતાવળ કરે છે  તે વિવાહિત જીવનમાં પણ તાણમુક્ત થઈ શકતો નથી.

જો તમારા પતિ ‘પેલ્વિક ફલોર’ એક્સરસાઈઝ  અજમાવી જાશે  તે સારું પરિણામ મળશે. આ એક્સરસાઈઝ કરવાની રીત ઘણી સરળ છે. શિશ્નના સ્નાયુઓને મૂત્રત્યાગની ક્રિયાને રોકી રાખતા હો તે રેતી સંકોચી રાખો અને છ સુધીની ગણતરી   કર્યા બાદ તેને ઢીલા છોડી દો. ફરી છ સુધી ગણો.  ફરી આ જ  વ્યાયામ કરો. પહેલાં દિવસે ૧૦ થી ૧૨ વાર અને તે પછી ક્રમશ: વધારીને સવારસાંજ ૨૦ થી ૨૫ વાર સતત છ અઠવાડિયા સુધી કરવાથી આ પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.

જાયલોકેન એક પ્રકારનું સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક છે. તેનાથી અનુભૂતિ મંદ થાય છે. સ્ખલન ક્રિયા પરનું નિયંત્રણ સારું બનતું નથી. આના પ્રયોગથી સ્ત્રીના જાતીય સુખમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે.

આ પરિસ્થિતિમાં સિલ્ડનાફિલ સાઈટ્રેટ (વિયાગ્રા) ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ આ એક પ્રિસ્ક્રિપ્શન ઔષધિ છે, જે ડોક્ટરની સલાહ લઈને લેવી જોેઈએ. જે વ્યક્તિને  હૃદયરોગ હોય, હાઈ બી.પી. હોય અથવા  એવી દવા ચાલતી હોય જેની સાથે સિલ્ડનાફિલ સાઈટ્રેટ લેવાથી દવાના આંતરિક રિએક્શનનો ભય હોય તેના માટે આ જોખમકારક સાબિત થઈ શકે છે.

પ્રશ્ન : હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું.

મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી. મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર  થાય છે?

એક યુવતી  (વડોદરા)

ઉત્તર: હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો (મેટાબોલિક) અને વૈદકીય (ક્લિનિકલ), પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે.

તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની. ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.

પ્રશ્ન : મારી ઉંમર ૩૫ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મારું શિશ્ન ઉત્થાન અવસ્થામાં સહેજ વાકું વળી જાય છે. શું એ સીધું થઈ શકે? મને સલાહ આપશો.

એક યુવક  (ગોધરા)

ઉત્તર: તમારા શિશ્નમાં છારી બાઝી ગઈ નથીને એ વિશે તમે ડોપલર એકઝામિનેશન કરાવી લો. આધુનિક તબીબીશાસ્ત્રમાં આ સમસ્યા વિશે સર્જરી સિવાય વિશેષ કોઈ ઉકેલ નથી. આવી પરિસ્થિતિમાં ઓલ્ટરનેટિવ મેડિસિન ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

પ્રશ્ન: હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહ્યાં કરે છે. મારા મેરિડ ફ્રેન્ડ્સનું કહેવું છે કે ડોગી પોઝિશનમાં સમાગમ કરીને બહાર વીર્યસ્ખલન કરવાથી પ્રેગ્નન્સીનું રિસ્ક ઘટી જાય છે. શું આ સાચું છે? એક વાર અમે અબોર્શન કરાવી ચૂક્યા હોવાથી ફરી રિસ્ક લેવું મુશ્કેલ છે.

પાછળથી વજાઈનામાં પેનિટ્રેટ કરતાં ફાવતું નથી એટલે એનલ સેક્સ જ થઈ શકે છે. એ પોઝિશનમાં સમાગમ કરવાથી તેને વધુ દુખાવો થાય છે. જોકે એ પોઝિશનમાં પ્રેગ્નન્સીની શક્યતા નહીંવત હોવાથી અમે ઘણી વાર એમાં જ સમાગમ કરીએ છીએ. એનલ સેક્સમાં પેઈન ઘટાડવા શું થઈ શકે? ડોગી પોઝિશનમાં વજાઈનલ સેક્સ કરી શકાય એ માટે શું કરી શકાય?

જવાબ: તમે એક વાત સમજી લો કે પ્રેગ્નન્સી રહેવાને અને સમાગમની પોઝિશનને કોઈ જ લેવાદેવા નથી. એટલે જ પ્રેગ્નન્સીથી બચવા સમાગમની પોઝિશન બજલવાથ કોઈ ફરક નહીં પડે. તમે કોઈ પણ પોઝિશન અપનાવીને વીર્યસ્ખલ બહાર કરો તો પણ પ્રેગ્નન્સી ૧૦૦ ટકા ટળતી નથી.

તમારે અનવોન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કોન્ડોમ ઈઝ ધ બેસ્ટ ઓપ્શન. માટે પરાણે પાછળથી યોનિપ્રવેશ કરાવવાની કોઈ જરૂરિયાત નથી. કૉન્ડોમ વાપરો અને જો વારંવાર ફાટી જવાની કે સરકી જવાની તકલીફ થતી હોય તો ગર્લફ્રેન્ડને ઓરલ કોન્ટ્રોસેપ્ટિવ પિલ્સ લેવાનું કહો.
એનલ સેક્સ પીડાદાયક હોવા છતાં પ્રેગ્નન્સી ટાળવા માટે થઈને એ કરવું યોગ્ય નથી.

વ્યક્તિ સેક્સ માણે છે આનંદ મેળવવા માટે, પણ જો પીડા થતી હોય તો એ સમાગમનો આનંદ ક્યાંથી અનુભવાશે? તમે એનલ સેક્સ કરવાના હો તો પણ કોન્ડોમ વાપરવું મસ્ટ છે, નહીંતર એનાથી ઈન્ફેક્શન્સ અને ચીરા પડવાની સમસ્યા થઈ શકે છે.

સેક્સ-પોઝિશનમાં વેરિએશન માણવું હોય તો બન્ને પાર્ટનરની બોડી-ફ્લેક્સિબિલિટી સારી હોવી જરૂરી છે. જો ન હોય તો નિયમિત સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરીને પગ અને કમરના સ્નાયુઓને કસરત આપો.

પ્રશ્ન: મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી.

ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે. મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું.

એક પત્ની  (સુરત)

ઉત્તર: સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.

પ્રશ્ન: હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેને આ વાતની જાણ ન થવા દીધી.

તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું. તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે.

અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.

એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.

એક એક યુવતી (મુંબઈ)

ઉત્તર: તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે

.પ્રશ્ન: હું ૩૮ વર્ષનો સૈનિક છું. મારા લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. અમે બંને પતિપત્ની વધારે કામુકવૃત્તિના છીએ. પત્ની ૧૩ વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે. તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચરિત્ર પર શંકા જાય છે, પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચારવા કરતાં તો મરી જવું સારું.

એવો કોઈ ઉપાય બતાનો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું. હું લશ્કરમાં હોવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું.

એક પુરુષ (રાજકોટ)

ઉત્તર: સેક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે. તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે, તેથી તેનું ચારિત્ર સારું નહીં હોય.

દામ્પત્યજીવન પતિપત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે. તેથી તેમાં શંકા જન્મવા ન દો. નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે. તમારી જેમ તમારી પત્નીને પણ શારીરિક સુખ બહુ ઓછું મળે છે તેથી પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે.જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.

24 વર્ષના પુરૂષ સાથે મહિલાએ દોસ્તી કેળવી અને પછી રોજ સેક્સ કરવાની ઓફર મુકતા યુવકે જે કર્યું

મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે.

મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

– એક ભાઇ (આહવા)

તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય?

– એક યુવતી (અમદાવાદ)

* હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.

આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

હું ૨૭ વર્ષની છું. મારા  પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું.

ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

– એક મહિલા (અમદાવાદ)

કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

– એક યુવક (ગુજરાત)

તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

મેં દસમા ધોરણની પરીક્ષા આપી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ?

એક યુવક (નડિયાદ)

તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં.

આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જશે.

હું ૨૦ વરસની છું. ૨૫ વર્ષના એક યુવક સાથે મારા વેવિશાળ થયા છે. અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (ગુજરાત)

અફકોર્સ તમારે એને મળવાની જરૂર છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ કરજો.

બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?

એક યુવતી (મુંબઈ)

આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી િંચંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ  પડતો નથી.

અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?

એક યુવક  (સુરત)

સંભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના ૨૪થી ૪૮ કલાકની અંદર સંભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે.

આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર છોડી દેવું.

હું ૨૬ વર્ષની પરીણિત યુવતી છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. પતિ રોજ સહયાસની ઇચ્છા રાખે છે જે મને પસંદ નથી. આ કારણે મારું વજન વધતું હોય એમ મને લાગે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (અમદાવાદ)

વધુ સહવાસને કારણે વજન વધે એ તમારો ભ્રમ છે. આ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. સેક્સ બાબતે પતિ-પત્ની બન્નેની ઇચ્છાને મહત્ત્વ આપવું જરૂરી છે. આથી તમારે તમારા પતિ સાથે આ બાબતની ચર્ચા કરી કોઈ મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે. જેમાં બન્નેની ઇચ્છાને માન આપવામાં આવે. સુખી લગ્ન જીવન માટે એકબીજાની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો જરૂરી છે.

હું ૩૮ વર્ષની છું. મારા લગ્નને ૧૭ વર્ષ થયા હોવા છતાં પણ મને સંતાન સુખ લાભ્યું નથી અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારામાં કોઈ ખામી નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી. મારી બહેનપણીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે. પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી.

ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે. શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક મહિલા (અમદાવાદ)

શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં.

આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે. આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે.

આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો અને તમારા પતિને વફાદાર રહો.

હું ૨૧ વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી. અમને વાંધો નથી પણ સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે ખરો? મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી. – એક યુવક

ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય. તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે. પરંતુ તમારી વચ્ચેનો તફવાત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી.

તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી. પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે.

તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને આ યુવતી જ તમારે માટે યોગ્ય છે તો આગળ વધો.

હું પરિણીત યુવક છું. સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે. આથી સંભોગમાં આનંદ મળતો નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.- એક પુરુષ (મોરબી)

તમારી સમસ્યા સામાન્ય છે. આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. વાત્સાયનના કામસૂત્રમાં શીધ્ર પતનની તકલીફ કહી છે. આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે.

આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો. અગત્યની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં એ વાત ધ્યાનમાં રાખો.