ડૉલરનું મૂલ્ય વધતા અમેરિકામાંના ભારતીય વિદ્યાર્થીઓ ચીંતાતુર બન્યા

0
455

પાછલા બાર મહિનામાં પાઉન્ડ સામે રૂપિયો ૮૫.૫ થી ૯૬.૭ની સપાટીએ પહોંચ્યો છે.

ડૉલર સામે સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતાની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે.અમેરિકામાં ભણી સોનેરી ભવિષ્ય બનાવવાના સ્વપ્ના આંખમાં આંજીને ગયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ત્યાં ટકી રહેવા તનતોડ મહેનત કરતા નજરે ચડી રહૃાા છે. સતત ગગડતો જતો રૂપિયો વિદ્યાર્થીઓના માતા-પિતા માટે િંચતાનો વિષય છે. એ તેમના સંતાનો સારી પેઠે સમજી તેમનો માસિક ખર્ચ સમતોલ રાખવા જ્યાં મળે ત્યાં નોકરી સ્વીકારી રહૃાા હોવાનું જાણવા મળી રહૃાું છે.જમન રાણા નામનો વિદ્યાર્થી ગત વર્ષે એન્જલિયા રસ્કિન યુનિવર્સિટી-કેમ્બ્રિજ ખાતે અભ્યાસ અર્થે ગયો ત્યારે તેને હતું કે જઈને તે તરત કાર ખરીદૃશે જેથી તેનું આનવજાવન સરળ રહે, પરંતુ બદૃલાતા જતા સંજોગને સ્વીકારી તેમણે કાર ખરીદૃવાનો વિચાર પડતો મૂક્યો

ઉપરાંત અમેરિકામાં રહેવાનો ખર્ચ અને તેના અભ્યાસની ફી માટે થઈને તેની નજીકમાં આવેલી શોપમાં પાર્ટટાઈમ જોબ કરી રહૃાો છે.અર્કાનાસ યુનિવર્સિટીમાં આર્થિક યોજનાઓ અંગે અભ્યાસ કરી રહેલા પુત્રના પિતા મનોજ ગુપ્તાએ પણ રૂપિયાના વધી રહેલા ભાવ અંગે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે તેના પુત્રના અભ્યાસ અને અન્ય ખર્ચમાં સરેરાશ ત્રણ લાખનો વાર્ષિક બોજ વધ્યો છે. અમેરિકાની સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયેલા કે એમએસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં રૂ. ૩ થી ૫ લાખનો વધારો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.પાછલા બાર મહિનામાં પાઉન્ડ સામે રૂપિયો ૮૫.૫ થી ૯૬.૭ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે ડૉલરની સામે ૬૫.૨થી ૭૪.૨ની સપાટીએ પહોંચ્યો છે. યુરો સામે રૂપિયો ૭૬.૩ થી વધીને ૮૪.૮ના ભાવે પહોંચી ચૂક્યો છે.