ધોરણ 10નું પરિણામ 28મી મેએ જાહેર થશે

0
751

એસએસસીનું પરિણામ જાહેર થયા બાદ સવારે 11થી લઈ બપોરના 2 વાગ્યા સુધી જિલ્લા વિતરણ સ્થળોએ મળશે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10નું પરિણામ 28મી મેએ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે. જેને વેબસાઈટ gseb.org અને gipl.net પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે.

માર્કશીટ અને પ્રમાણપત્રો 11 વાગ્યે

માર્ચ 2018માં લેવાયેલી એસએસસીનું પરિણામ જાહેર થયા બાદ સવારે 11થી લઈ બપોરના 2 વાગ્યા સુધી જિલ્લા વિતરણ સ્થળોએ મળશે. જેથી રાજ્યની સ્કૂલોના આચાર્યઓએ પોતાની સ્કૂલની માર્કશીટ અને પ્રમાણપત્રો લેવાના રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com