રામ મંદિર માટે સરકાર કાયદો બનાવી શકે છે- સુપ્રીમના નિવૃત્ત જજ ચેલેમેશ્વર

0
443

મુંબઈઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે લેજિસ્લેટિવ પ્રક્રિયાથી કોર્ટના ચુકાદાને બદલાઈ શકાય છે. તેના અનેક ઉદાહરણ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે. કોર્ટમાં મામલો વિચારાધીન હોય છતાંય સરકાર રામ મંદિર બનાવવા માટે કાયદો બનાવી શકે છે.

– નિવૃત્ત જસ્ટિસનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સંઘ પરિવારે રામ મંદિર માટે 1992 જેવું આંદોલન કરવા અને કાયદો બનાવીને સરકારને જમીન અધિગ્રહણ કરવાની વાત કહી છે. જસ્ટિસ ચેલમેશ્વર શુક્રવારે કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠન ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
– પરિચર્ચામાં જસ્ટિસ ચેલમેશ્વરને પૂછવામાં આવ્યું હતું કે શું હાલની સ્થિતિમાં સરકાર રામ મંદિર માટે કાયદો પાસ કરી શકે છે. તેની પર તેઓએ કહ્યું કે તેનો એક પક્ષ એ છે કે કાયદાકિય રીતે આ શક્ય છે. બીજો છે કે તે થશે (કે નહીં). આવા અનેક મામલા છે જે પહેલા થઈ ચૂક્યા છે, જેમાં લેજિસ્લેટિવ પ્રક્રિયાએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અડચણ ઊભી કરી હતી.
– જસ્ટિસ ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટના આદેશ પલટવા માટે કર્ણાટકના કાવેરી જળ વિવાદ અને રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની વચ્ચે જળ વિવાદ સાથે જોડાયેલા મામલાઓનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે આ મુદ્દાને લઈને પહેલા જ સ્પષ્ટ વલણ અપનાવવું જોઈતું હતું. આ (રામ મંદિર કાયદો) શક્ય છે.

આરએસએસની પ્રેસ કોન્ફરન્સમાં શુક્રવારે સરકાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યું હતું કે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી હિન્દુ સમાજ અપમાનિત અનુભવી રહ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આ મુદ્દો તેમની પ્રાથમિક્તામાં નથી. તેઓએ કહ્યું કે સંઘ પરિવારને રામ મંદિર માટે 1992ની જેમ આંદોલન કરવામાં કોઈ સંકોચ નહીં થાય, પરંતુ ત્યાં સુધી વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે, તેની પર રોક રહેશે.

જસ્ટિસ ચેલમેશ્વર જાન્યુઆરી 2018માં પ્રેસ કોન્ફરન્સ કરનારા સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોમાં સામેલ હતા. ત્યારે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પહેલીવાર સાર્વજનિક રીતે જજોએ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિરાની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.