ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક પર ફિલ્મ બનશે

0
925

લાંબા સમયથી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક ચર્ચામાં હતી. ગત એક અઠવાડિયાથી તેમા ઝડપ આવી છે. સાનિયા હાલમાં ગર્ભવતી છે. ખબર છે કે, સાનિયાની બાયોપિક તેના જીવનમાં ટેનિસની ઉપલબ્ધીઓ પર ઓછી અને તેની સાથે સંકળાયેલા વિવાદૃો પર વધારે નિર્ભર હશે.
સાનિયા દ્વારા કોર્ટ સ્કર્ટ પહેરીને રમવા પર કટ્ટરપંથિયોના વિરોધ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહનો મુદ્દો ફિલ્મમાં કેન્દ્રમાં રહેશે. તમને જણાવી દૃઇએ કે, આ લગ્ન પર ખુબ જ હંગામો થયો હતો અને પાકિસ્તાની સાથે લગ્ન કરવાથી લાખો લોકોએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો.
ફિલ્મ નિર્માતા રૉની સ્ક્રૂવાલા સાનિયા પર ફિલ્મની યોજના બનાવી રહૃાા છે. જોકે હજુ સુધી ફિલ્મની હિરોઇન ફાઇનલ કરવામા આવી નથી. સાનિયા કહેતી રહી છે કે તેની બાયોપિકમાં તેની ખાસ ફ્રેન્ડ પરિણિતી ચોપડાને તે જોવા માંગે છે.
સૂત્રો અનુસાર, નિર્માતા ફિલ્મમાં સાનિયાને જ રોલ ઓફર કરી રહૃાા છે. સાનિયા જાહેરાતો કરતી રહી છે અને કેમેરા સામે સહજ છે. નિર્માતા આ માટે તેનો મોટો ચેક આપવા પણ તૈયાર છે. જોકે, સાનિયાએ હજૂ સુધી કોઇ જવાબ આપ્યો નથી. ઉલ્લેખનિય છે કે, સચિન તેંદૃુલકરે પોતાની બાયોપિક ફિલ્મ સચિન: અ બિલિયન ડ્રિમ્સમા પોતે નજર આવ્યો હતો. ગત દિૃવસોમાં પોર્ન સ્ટાર સની લિયોનીએ પણ વેબ પર આવેલી પોતાની બાયોપિકમાં પોતે જ ભૂમિકા અદૃા કરી છે.