સુરત પંથકમાં ગુન્‍હો કરી ફરાર થયેલ આરોપીની અમરેલીના સીમરણ ખાતેથી અટકાયત

0
299

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા અંગેની તા. 6/3/ર1થી તા. 6/4/ર1 સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય અને અમરેલી જીલ્‍લામાં ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા તેમજ રાજયના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય. જે અન્‍વયે પેરોલ ફર્લો સ્‍કવોર્ડનાં ઈન્‍ચાર્જ પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટાનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કવોર્ડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા લગત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોકકસ બાતમી આધારે સુરત શહેર સરથાણા પોલીસ સ્‍ટેશન મુજબના હનીટ્રેપના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપી સંદિપ નનકુભાઈ વાળા રહે. સીમરણ વાળાને સાવરકુંડલા તાલુકાનાં સીમરણ ગામેથી ગણતરીની કલાકોમાં પકડી પાડેલ.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી સંદિપ નનકુભાઈ વાળા તથા તેના સાગરીતોએ સાથે મળી પૂર્વ આયોજીત ગુન્‍હાહીત કાવતરૂ કરી ફરિયાદીની વોટસએપ નંબર પર બિભત્‍સ વિડીયો આવેલ જે વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ ન કરવાતેમજ આરોપીએ પોલીસ તરીકેની ખોટી ઓળખાણ આપી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હનીટ્રેપ કરેલ આ ગુન્‍હો આચરી નાશી છુટેલા હતા

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા