જાપાનની ફલાઈંગ કારની ટેસ્ટ ડ્રાઈવ સફળ

0
377

જાપાનની ફલાઈંગ કારની ટેસ્ટ ડ્રાઈવ સફળ

ટોકયો
જાપાનની સ્કાય ડ્રાઈવ કંપનીની ફલાઈંગ કારની ટેસ્ટ ડ્રાઈવ સફળ થઈ હતી. કારમાં ફકત એક માણસ હતો. પ્રોપેલર્સ વડે ઉંચે જતી મોટરસાયકલની માફક એ ફલાઈંગ કાર બે મીટર ઉપર પહોંચીને ચાર મીનીટ ઉડી હતી. ફલાઈંગ કાર 2023 સુધીનાં બજારમાં મુકવાની શકયતા હોવાનું સ્કાય ડ્રાઈવ ઈન્કોર્પોરેટેડ કંપનીના અધિકારી તોમોહિરો ફુઝુકાવાએ જણાવ્યું છે.

તોમોહિરોએ જણાવ્યું હતું કે ‘વિશ્વના 100 કરતાં વધારે ફલાઈંગ કાર પ્રોજેકટકસમાંથી જૂજ પ્રોજેકટસ સફળ થયા છે. એન ટેસ્ટ ફલાઈટમાં કારમાં ફકત એક વ્યક્તિની ઉપસ્થિતી રહેતી હતી. અત્યારે ફલાઈંગ કાર પાંચથી દસ મીનીટ ઉડી શકે છે, પરંતુ 30 મીનીટ ઉડવાની ક્ષમતા કેળવાય તો ઉપયોગીતા વધી શકે.

વિમાનો અને હેલીકોપ્ટર્સની સરખામણીમાં ઈલેકટ્રીક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડીંગ વહીકલની કાર્યક્ષમતા જુદી હોય છે. વ્યક્તિગત રીતે એકથી બીજી જગ્યાએ પહોંચવા માટે વિમાનો અને હેલીકોપ્ટરની સરખામણીમાં ઓળખાતાં વાહનો (ફલાઈંગ કાર) વધુ ઝડપ હોય છે.’