શ્રી વિઠ્ઠલ ભગવાન નો વરઘોડો ૨૦૨૦

0
316

વડોદરા શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિરેથી આષાઢી (દેવ શયની) એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો કોરોના વાઇરસ મહામારી ને કારણે માંડવી સ્થિત આવેલ શ્રી વિઠ્ઠલ મંદિરના પટાંગણમાં ભગવાન નો રથ ફેરવવા માં આવ્યો…વિઠ્ઠલનાથજીના મંદિરમાં સવારે 9 વાગે વડોદરા શહેરના શ્રીમંત શુભાંગીની દેવી ગાયકવાડ (રાજમાતા) અને પરિવારના કુટુંબીજનોના શુભહસ્તે પૂજન-અર્ચન અને આરતી બાદ શ્રીજીનો વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજીના જયનાદ સાથે નીકળ્યો…રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ અને નયનકુમાર શાસ્ત્રીજી, કેયુર ભાઈ પુરોહિત અને મંદિર ના પૂજારી અને પરિવાર દ્વારા રથ ખેંચીને મંદિરમાં ફેરવવા માં આવ્યો ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં રજવાડી મલ્હાર બેન્ડ પૌરાણીક વાંજીત્રો વગાડીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું…. यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन। , तेह नाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्तिदेवाः.