અડધી રાત્રે શાહરૂખ ખાને સેલિબ્રેટ કર્યો 53મો જન્મદિવસ, પત્નીને ખવડાવી કેક અને દીકરી સાથે રમ્યો Game

0
450

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને 53મો જન્મદિવસ અડધી રાત્રે પત્નીને કેક ખવડાવી તથા દીકરી સુહાના સાથે મોનોડિલ રમીને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટરે સોશ્યિલ મીડિયામાં ફોટો શૅર કીરને કહ્યું હતું, ”પત્નીને કેક ખવાડી..મન્નત બહાર મારા પરિવાર એવા ચાહકોને મળ્યો…અને હવે દીકરી સાથે મોનો ડિલ રમીશ…તમારા પ્રેમ માટે આભાર..

બર્થડે સેલિબ્રેશન દરમિયાન કરન જોહર પણ મન્નતમાં હતો. તેણે પણ સોશ્યિલ મીડિયામાં શાહરૂખ ખાનને વિશ કરી હતી અને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે ભાઈ, ગૌરી અને તને છેલ્લાં 25 વર્ષથી ઓળખું છું અને મારા જીવનમાં આ સંબંધો હંમેશા ખાસ રહેશે. મારો પરિવાર બનવા બદલ આભાર અને તમારી સાથે મારી અનેક યાદો જોડાયેલી છે. ‘ઝીરો’ બિગેસ્ટ

વડાલાના આઈમેક્સ થિયેટરમાં 2 નવેમ્બરના રોજ ત્રણ વાગે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’નું ટ્રેલર લોન્ચ થવાનું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન વેતિયાના રોલમાં છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની છે. ફિલ્મમાં અનુષ્કા તથા કેટરિના કૈફ છે.