શાળા સંચાલકો એ પ્રવેશદ્વાર બંધ કરી દુકાન બનાવવાની પેરવી !!!

0
258

વડોદરા : સુરતની ઘટના બાદ વડોદરામાં પણ ઠેર ઠેર તંત્ર દ્વારા કલાસીસ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કોઈ પણ કલાસીસમાં ફાયર સેફટી નથી તેવા કલાસીસને સીલ કરી દઈને ફાયર સેફટીની NOC ન મળે ત્યાં સુધી કલાસીસ બંધ રાખવા જણાવ્યું છે. જયારે આજે શહેરની એક શાળા દ્વારા  કરવામાં આવેલી સુરક્ષાની ગંભીર બેદરકારી અંગે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરની જૂની શાળા લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ના સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા બાળકો ને આવા જવાના એક ગેટ ને બંધ કરી દઈને ત્યાં કોમર્શિયલ દુકાન બનાવવાની પેરવી કરવામાં આવી હતી. જેતે સમયે વિરોધ થતા દુકાન નું કામ અટવાઈ ગયું હતું. પરંતુ શાળાનો એ પ્રવેશ દ્વાર ત્યારથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. શાળામાં આશરે ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે તેના ચાર ગેટ માંથી હાલ માત્ર ત્રણ ગેટ જ કાર્યરત છે. જો શાળામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો પ્રવેશદ્વાર પર કરેલા દબાણના કારણે બાળકો ફસાઈ શકે છે. તેવી સ્થિતિમાં આજે સ્થાનિક વેપારીઓ એ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલ દબાણ દુર કરી ગેટ ખુલ્લો કરવાની માંગણી કરવામાં આવી હતી.