SBIએ 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાના બચત ખાતા ધારકોને ભેટ

0
158

SBIએ 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાના બચત ખાતા ધારકોને ભેટ આપ

એવરેજ મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન રાખવા પર તમારે કોઈ ફી ચૂકવવી નહીં પડે
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેના સેવિંગ અકાઉન્ટ હોલ્ડર્સને ભેટ આપી છે. SBIએ તેના સેવિંગ અકાઉન્ટ ખાતાધારકોને વિવિધ પ્રકારના ચાર્જમાંથી મુક્તિ આપી છે. SBIએ 15 ઓગસ્ટના દિવસે ટ્વિટર અકાઉન્ટ દ્વારા આ જાણકારી આપી હતી. તેના અનુસાર, કસ્ટમર્સને હવે SMS અલર્ટ માટે અને મિનિમમ બેલેન્સ ન રાખવા પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ગ્રાહકના ખાતા સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંકિંગ સર્વિસ મેસેજ માટે જે ચાર્જ લેવામાં આવતો હતો તે ચાર્જ પણ નાબૂદ કરી દીધો છે. હવે ગ્રાહકોને તેના માટે કોઈ નિશ્ચિત ચાર્જ ચૂકવવો પડશે નહીં.
મિનિમમ બેલેન્સ ન હોવા પર કેટલો ચાર્જ વસૂલવામાં આવતો હતો

SBIએ તેની બ્રાંચને ત્રણ કેટેગરીમાં વહેંચી દીધી છે. તેમાં મેટ્રો-અર્બન, સેમી અર્બન, અને ગ્રામીણ વિસ્તારો સામેલ છે. SBIએ શહેરોમાં આવેલી બ્રાંચના ગ્રાહકો માટે એવરેજ મિનિમમ બેલેન્સ 3,000 રૂપિયા છે. જો કોઈ ગ્રાહક પોતાના ખાતામાં 3,000 રૂપિયાનું બેલેન્સ મેઈન્ટન નથી કરી શકતા અને જો તે 50%થી ઓછું (1,500 રૂપિયા) થઈ જાય છે તો તેને ચાર્જ તરીકે રૂ .10 અને GST ચૂકવવો પડશે. જો તમારા ખાતામાં બેલેન્સ 75%થી ઓછું થઈ જાય છે તો તમારે ચાર્જ તરીકે 15 રૂપિયા અને GST આપવો પડશે. તેવી જ રીતે સેમી અર્બન બ્રાંચમાં SBIએ ખાતાધારકોને ન્યૂનતમ 2,000 રૂપિયા રાખવા જરૂરી છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોની બ્રાંચના ગ્રાહકોને ખાતામાં 1,000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે.
ટ્રાન્ઝેક્શનની અલર્ટ ચાર્જ કેટલો હતો

બેંક દ્વારા દરેક ખાતામાંથી ટ્રાન્ઝેક્શનની માહિતી આપવાનો અર્થ હોય છે કે ગ્રાહકો જાણી શકે કે તેમના ખાતામાં કેટલું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. બેંક SMS દ્વારા આ જાણકારી ગ્રાહકો સુધી પહોંચાડે છે. પરંતુ તેના માટે SBI ગ્રાહકોને દર ત્રણ મહિના માટે 12 પ્લસ GST ચાર્જ વસૂલે છે.