માતા બન્યા બાદ પ્રથમ વાર બાળક સાથે નજરે પડી સાનિયા મિર્ઝા

0
1100

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકતાજેતરમાં જ પેરેન્ટસ બન્યા છે. સાનિયાએ 29 ઓક્ટોબરે એક પુત્રને જન્મ આપ્યો હતો. માતા બન્યા બાદ સાનિયા મિર્ઝા પ્રથમ વખત પોતાના પુત્ર ઇઝહાન સાથે નજરે પડી હતી. સાનિયાની બાળક સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

આ તસવીર હોસ્પિટલની છે, જ્યાં પુત્ર ઇઝહાન પોતાની માતા સાનિયા મિર્ઝાના ખોળામાં આરામ કરી રહ્યો છે. આ તસવીર ત્યારની છે જ્યારે ભારતીય ટેનિસ સ્ટાર હોસ્પિટલથી ઘરે જઇ રહી છે. દીકરાનો જન્મ થતા શોએબ મલિકે ટ્વીટ કરી ફેન્સને આ ખુશખબરી આપી હતી. પિતા શોએબે લખ્યુ હતું, “ઘણી ઉત્સુકતા સાથે જણાવી રહ્યો છું, પુત્ર થયો છે, મારી પ્યારી ઘણી સારી છે અને હંમેશાની જેમ સ્ટ્રોગ છે.” મહત્વપૂર્ણ છે કે વર્ષ 2010માં સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. સાનિયા અને શોએબ મલિકે ટેનિસ ખેલાડીના પ્રેગન્નટ થવાના સમાચાર 23 એપ્રિલ 2018માં સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

પુત્રને જન્મ આપ્યા બાદ સાનિયા મિર્ઝા જલ્દી કોર્ટ પર વાપસી કરી શકે છે. પોતાની પ્રેગનન્સી દરમિયાન સાનિયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેની ઇચ્છા છે કે ડિલીવરી બાદ તે જલ્દી કોર્ટ પર વાપસી કરે. સાનિયાએ જણાવ્યું હતું કે તે 2020ની ટોક્યો ઓલિમ્પિકમાં રમવાનો પ્લાન કરી રહી છે.