સલમાન ખાનની બહેન અર્પિતાએ આપી Halloween party, નાનકડાં સ્ટાર-કિડ્સે મચાવી ધમાલ

0
760

મુંબઈઃ વિશ્વભરમાં 31 ઓક્ટોબરના રોજ હેલોવિન ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય છે. આ સેલિબ્રેશનમાં લોકો અલગ-અલગ ગેટ-અપ તથા મેકઅપની સાથે ભૂત જેવા અંદાજમાં જોવા મળે છે. બોલિવૂડ સેલેબ્સે પણ હેલોવિન સેલિબ્રેશન કર્યું હતું. સલમાન ખાનની બહેન અર્પિતાએ હેલોવિન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કરિના-સૈફની દીકરો તૈમુર અલી ખાન સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યો હતો. તૈમુર ડ્રેક્યુલા બનીને પાર્ટીમાં આવ્યો હતો. આ ગેટ-અપમાં તે ઘણો જ ક્યૂટ લાગતો હતો.

પાર્ટીમાં જોવા મળ્યાં આ સ્ટાર-કિડ્સઃ
અર્પિતા-આયુષની પાર્ટીમાં અહિલના ફ્રેન્ડ્સ તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય, નીલમ સોનીની દીકરી અહાના સોની, કરન જોહરના ટ્વિન્સ રૂહી તથા યશ આવ્યા હતાં. પાર્ટીમાં ખાન પરિવારમાંથી માત્ર અલવિરા તથા મોમ સલમા જ આવ્યા હતાં.