રોહિત-રોહિત’ બુમો પાડી રહ્યાં હતા ફેન્સ, હિટમેને ઇશારાથી કહ્યું- INDIAને ચીયર કરો, વીડિયો થયો વાયરલ

0
667

5 મેચની વન ડે સિરીઝમાં ભારત 2-1થી આગળ છે.1 નવેમ્બરે જે મેચ રમાશે તે મહત્વપૂર્ણ હશે. રોહિત શર્મા પાસે ફેન્સને એક મોટી ઇનિંગની આશા હશે.દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે પોતાના દેશ માટે રમે અને પોતાની પ્રતિભાના દમ પર દેશનું માન પણ વધારે. ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનારા એકમાત્ર બેટ્સમેન રોહિત શર્મા પોતાના બેટથી મેદાન પર ધમાલ મચાવે છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇ રોહિત શર્મા પ્રત્યે તમારૂ માન વધી જશે.

આ વીડિયો ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ચોથી વન ડે મેચનો છે જેમાં પ્રથમ બેટિંગ કરતા ભારત તરફથી રોહિત શર્માએ 162 રનની ઇનિંગ રમી હતી. મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં રોહિત શર્મા જ્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેના ફેન્સ રોહિત-રોહિત બુમો પાડતા હતા. એવામાં જ્યારે રોહિત શર્માએ આ સાંભળ્યુ તો તેને પાછળ ફરીને ફેન્સને પોતાની જર્સી પર લખેલુ ઇન્ડિયા બતાવ્યું. તે બાદ ફેન્સે ઇન્ડિયા-ઇન્ડિયાની બુમો પાડવાનું શરૂ કર્યુ હતું. ફેન્સનું આ રિએક્શન જોઇ રોહિત શર્માએ પણ ગરદન હલાવીને તેમનું અભિવાદન કર્યુ હતું.