સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ સામેની વર્લ્ડ ટી-20ની સેમિફાઇનલમાં હાર તેમજ તે મેચમાં મીતાલી રાજને ન રમાડવાના વિવાદ વચ્ચે 30 નવેમ્બરના રોજ રમેશ પવારનો કોચ તરીકે કાર્યકાળ સમાપ્ત થયો હતો. તે બાદ રમેશ પવારે ફરી એક વખત કોચ બનવા માટે અરજી કરી છે. પોતાનો નિર્ણય સમજાવતા રમેશ કહે છે કે હરમનપ્રીત અને સ્મૃતિએ મને જે રીતે સપોર્ટ કર્યો છે તે જોતા મેં ફરી અરજી કરી છે. તેમણે મારા જે ભરોસો દેખાડ્યો છે તે બાદ જો હું અરજી ન કરત તો એ યોગ્ય ન હોત.ભારતીય મહિલા ટીમની આગામી સિરીઝ 24 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ છે. ટીમના નવા કોચને નિયુક્ત કરવા એક કમિટી બની છે જેનું સુકાન કપિલ દેવ સંભાળશે. કપિલ દેવની સાથે અંશુમાન ગાયકવાડ અને શાન્તહા રંગાસ્વામીની ટુકડી ભારતના નવા કોચની નિયુક્તિ કરશે.
રમેશ પવાર ઉપરાંત દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ અને રે જેનિંગ્સ, ઓસ્ટ્રેલિયાના દેવ વોટમોર અને ટોમ મૂડી, અને પૂર્વ ભારતીય ક્રિકેટર્સ મનોજ પ્રભાકર અને વેંકટેશ પ્રસાદ પણ અરજી કરી છે.