રજનીકાંતને 51મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે

0
916

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે 51મા દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરનાર વ્યક્તિની ઘોષણા કરી. આ વર્ષ 2019 માટેનો એવોર્ડ દંતકથારૂપ અભિનેતા શ્રી રજનીકાંતને એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સાથે 3 મે, 2021ના રોજ એનાયત કરવામાં આવશે.

નવી દિલ્હીમાં એવોર્ડની ઘોષણા કરતા મંત્રી શ્રીએ કહ્યું હતું કે જ્યુરીના સભ્યો દ્વારા સર્વાનુમતે આ પસંદગી કરવામાં આવી છે જેનો સરકારે સ્વીકાર કર્યો છે. જ્યુરીમાં પાંચ સભ્યો સામેલ છેઃ

  1. સુશ્રી આશા ભોંસલે
  2. શ્રી મોહનલાલ
  3. શ્રી વિશ્વજીત ચેટરજી
  4. શ્રી શંકર માધવન
  5. શ્રી સુભાષ ઘાઈ

શ્રી રજનીકાંતની ઉપલબ્ધિઓ વિશે જણાવતા, મંત્રી શ્રીએ કહ્યું હતું કે તેઓ એક પ્રતિષ્ઠિત અભિનેતા છે જેઓ 50થી પણ વધુ વર્ષોથી ભારતીયોના હૃદય પર રાજ કરી રહ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે મંત્રી શ્રીએ દંતકથારૂપ અભિનેતાને અભિનંદન પાઠવ્યા હતા.