રાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી

0
2224

બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટમાં પ્રમ વખત આવેલાં વિજયભાઇ રૂપાણીનું રાજકોટ શહેર ભાજપ દ્વારા એરપોર્ટ પર જાજરમાન સ્વાગત

બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ પ્રમ વખત વિજયભાઇ રૂપાણી આજે હોમટાઉન રાજકોટમાં પધારતાં રાજકોટની જનતા અને ભાજપાના કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. લોકોની મેદનીની વચ્ચે જઇને મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. મુખ્યમંત્રીએ રાજકોટની જનતાએ જંગી લીડી તેમને વિજેતા બનાવ્યા તે બદલ રાજકોટની જનતાનો આભાર માની આ ઋણ ભૂલીશ નહીં તે અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહયું કે, રાજકોટની ચાર બેઠકો ભાજપાને મળી છે તે દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ અવિરત રહયો છે. ગુજરાતનો વિકાસ પણ પુરપાટ ઝડપે શે. ૨૨ વર્ષ ગુજરાતમાં ભાજપે સુશાસન કર્યું છે અને સતત છઠ્ઠી વખત ગુજરાતમાં ભાજપાની સરકાર બની છે. મુખ્યમંત્રીએ ગુજરાત એ જ દિશામાં તે જ ગતિી વિકાસ કરશે અને તેમાં કોઇ પાછી પાની કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વમાં તેજ ગતિએ પ્રગતિ કરી રહયો છે અને વર્ષ- ૨૦૧૯માં નરેન્દ્રભાઇ મોદીને ફરી વડાપ્રધાન બનાવીને રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે આગળ લઇ જઇએ તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજકોટના એરપોર્ટ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહિલાઓ સહિત સીનીયર સીટીઝનો ઉમટી પડયા હતા.

યુવાનોએ રાજકોટ કા બેટા ગુજરાત કા બેટા નો નારો લગાવી ગુજરાતનો વિકાસ આગળ વધશે તે અંગે વિજયોત્સવ ઉજવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાની સેવામાં કાર્યકર્તાઓ પણ લાગી જાય તેમ જણાવ્યું હતું. ગુજરાતના લોકો વિકાસની રાજનીતિમાં વિશ્વાસ કરે છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહયું કે, ૧૯૮૮ થી કોંગ્રેસને જનતાએ સત્તાથી દૂર કરી દીધી છે. વધુ એક વખત ભાજપા પર લોકોએ વિશ્વાસ મૂકી સત્તા સોંપી છે એટલે હવે ગુજરાત નંબર-૧ બનશે અને દેશનું ગ્રો એન્જીન ગુજરાત જળવાઇ રહેશે તેમ પણ કહયું હતું.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, સાંસદ  મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સોરઠીયા,  અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માકડ,  જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, જ્યોતિન્દ્રભાઇ મહેતા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, ભીખાભાઇ વસોયા, કાશ્મીરાબેન નવાણી, ડો. દેશાણી, પ્રદિપભાઇ રૂડવ, અશોકભાઇ ડાંગર, મયુરભાઇ શાહ, જનકભાઇ કોટકસહિત શહેરના ભાજપના પદાધિકારીઓ, રાજકોટ શહેરના તમામ ૧૮ વોર્ડના હોદ્દેદારો, કાર્યકર ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્તિ રહયા હતા.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ કર્યું હતું. મણિદિપ સાંદિપનિ સંસના ઋષિકુમારોએ દેવપાઠ-મંત્રોચ્ચાર કરી સ્વાગત કર્યું હતું. પૂજ્ય ભાઇશ્રી વતી મુખ્યમંત્રીને આશીર્વાદ પાઠવ્યાં હતાં.

આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીનું અભિવાદન કરવા માટે પોલીસ બેન્ડ, વોરા સમાજના બેન્ડ, અન્ય મંડળો તા સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક રાસ મંડળ અને સીદી બાદશાહ સમાજ દ્વારા ધમાલ નૃત્ય રજુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.