માવા,ફાકી ના કાળા બજાર થતા ભાજપ દ્વારા યોજાયો રાહત દરે ‘માવા વિતરણ કેમ્પ’ લોકો ખરીદવા ઉમટી પડ્યા !!!

0
174

કોરોના ના કહેર વચ્ચે લોકડાઉન માં પાન ,બીડી ,સિગારેટ,135 તમાકુ ની ફાકી માવા,ગુટખા ના ભાવો રાતોરાત બમણા નહિ પરંતુ ત્રણ ઘણા થઈ ગયા છે અને કેટલાય લોકો એ રિતસર કમાણી નો ધંધો ચાલુ કરી દીધો છે ત્યારે કાળા બજાર કરનાર તત્વો ઉપર કોઈનો કંટ્રોલ નહિ હોવાનું જણાય રહ્યું છે તેવે સમયે હાલ માં લોકડાઉનમાં પાનના ગલ્લાઓ ને મુક્તિ મળી હોવા છતાં પાન-બીડી, તમાકુના ધૂમ કાળાબજાર વચ્ચે ભાજપના નેતા વ્યસનીઓની વ્હારે આવ્યા છે. રાહત દરે જીવનજરૂરી ચીજોનું વિતરણ તો લોકોએ સાંભળ્યું છે પરંતુ વાંકાનેરમાં પાન-બીડી, તમાકુનું ટાઉનહોલમાં રાહતદરે વિતરણ પાલિકાના સહયોગથી કરાયું હતું.

માવા,ફાકી ના કાળા બજાર થતા ભાજપ દ્વારા યોજાયો રાહત દરે ‘માવા વિતરણ કેમ્પ’ લોકો ખરીદવા ઉમટી પડ્યા !!!

આજે વાંકાનેર ના પૂર્વ નગરપતિ તથા ભાજપના જીતુભાઈ સોમાણી તથા નગરપાલિકા સ્ટાફ્ દ્વારા ટાઉન હોલ ખાતે નહિ નફે નહિ નુકસાન ની નીતિ અખત્યાર કરી માવા બીડીનું વેચાણ ચાલુ કરતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડયા હતાં. સોમાણીએ આ બાબતે જણાવ્યું હતુ કે વેપારીઓ ગ્રાહકોને બેફમ લૂંટતા હતા જેને પગલે અહીંયા નહિ નફે નહિ નુકસાનના અભિગમથી ખુલ્લું વેચાણ ચાલુ કરાયું છે. આ જાહેરાત બાદ છેક ગામડાઓ સુધી વાત પહોંચતા આજુબાજુ ના ગામડાઓ માંથી પણ લોકો ફાકી લેવા ઉમટી પડ્યા હતા.
જમ્યા બાદ ફાકી ખાવી અને બીડી,સિગરેટ કે ગુટખા નું બંધાણ ધરાવતા લોકો ની એકજ ફરિયાદ હોય છે કે ન ખાય તો ચેન નથી પડતું કે મોજ નથી આવતી અને કબજિયાત થઈ જાય છે વગરે વાતો થી જાણકાર વેપારીઓ એ રાતોરાત કુત્રિમ ભાવો વધારી દેતા ભાજપ દ્વારા આખરે રાહત દરે માવા અને બીડી ,ફાકી વિતરણ કરવાનો અખતરો કર્યો હતો જેને બહોળો પ્રતિસાદ મળતાં રાજ્ય ના અન્ય વિસ્તારોમાં ભાજપ દ્વારા આવા વિતરણ કેમ્પ યોજાય તેવી બંધાણીઓ માં માંગ ઉઠવા પામી છે.