High BP ના દર્દી આ 2 વસ્તુને કરો ભોજન માં સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર,જાણી લો કામ ની માહિતી…

0
2131

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંહાઈ બ્લડ પ્રેશર લોકોને હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. વિશ્વની સાથે ભારતમાં પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દીની સંખ્યા વધારે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવાની સાથે પોતાના રોજીંદા ખોરાક લેવામાં પણ કાળજી રાખવી પડે છે. અમુક પ્રકારના ખોરાક લેવાથી તમે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો.

વર્તમાન સમયમાં જે બીમારીની ઝપેટમાં લોકો ઉંમર થતા લોકો આવતા હતા, હવે કોઈપણ ઉંમરના લોકો તેનાથી પીડિત થઈ જાય છે. ઉચ્ચ રક્તચાપ એટલે કે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ ન માત્ર વૃદ્ધ લોકો, પરંતુ યુવાન વર્ગ પણ ગ્રસ્ત છે. બેદરકારીભરી દિનચર્યા અને કાર્યક્ષેત્ર અને ખાનગી જિંદગીમાં તણાવ, બીપી વધવાના પ્રમુખમાંથી એક છે. આજે જ્યાં સમગ્ર દુનિયા કોરોના વાયરસ મહામારીના પ્રકોપથી ઝઝૂમી રહી છે, એવા સમયમાં હાઈ બીપીના દર્દીઓને વધારે સતર્ક રહેવાની જરૂરિયાત છે. એવામા દિલને સ્વસ્થ રાખવા માટે પોતાની ડાયટ પ્રત્યે સતર્ક રહેવુ ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ કંઈ વસ્તુઓના સેવનથી બીપી કંટ્રોલમાં રહેશે.

 

સંશોધનોના આધારે એવું નકકી થયુ છે કે પોટેશિયમવાળો ખોરાક લેવાથી બ્લડ-પ્રેશર ઘટે છે. જો આપને ખોરાકમાં વધારે મીઠું અને પોટેશિયમ લેવાની ટેવ હોય તો ગમે ત્યારે હાઇપર ટેન્શન થવાની શકયતા રહે છે. કેળાં, નારંગી,પાલક,દૂધ,સોયાબીન, બદામ વગેરેમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે. આથી યોગ્ય માત્રામાં આ પદાર્થો ખોરાકમાં લેવામાં આવે તો બ્લડ-પ્રેશર કાબૂમાં રાખી શકાય છે. નવા સંશોધનના આધારે બ્લડ-પ્રેશર વધવા માટે સોડિયમનું વધારે પ્રમાણ જેટલું જવાબદાર છે તેના કરતા કેલ્શિયમની ઉણપ વધારે જવાબદાર છે. તેમના મત પ્રમાણે વધારે કેલ્શીયમ ધરાવતા ખાદ્ય પદાર્થ જેવો કે દૂધ, દહીં, પાલક, લીલા પાનવાળા શાકભાજી, કાબુલી ચણા, રાજમા, જુવાર, બાજરી વગેરેનો ખોરાકમાં યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી સોડિયમના કારણે બ્લડ-પ્રેશર વધવાની પ્રક્રિયા સ્થિર થાય છે.  હાઇ બ્લડ-પ્રેશરવાળા દર્દીઓ માટે સૌથી અગત્યનું છે વજન ઘટાડવું, વધારે મીઠુ (નમક) ખાવાની ટેવ છોડવી જોઇએ અને દારૂ તથા ધૂમ્રપાન કરવાની પીવાની ટેવ હોય તો તે પણ છોડવી જોઇએ. આ બધાની સાથે ફ્ળ,શાકભાજી,કેલ્શિયમ યોગ્ય માત્રામાં લેવાથી ઘણું જ સારું પરિણામ મળે છે.
લીંબુ.

એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે, રિકવરી બાદ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીમાં દિલની બીમારીથી પીડિત હોવાનો ખતરો વધે છે. આ સાજા થયેલા દર્દીના દિલમાં સોજો આવવાની સંભાવના વધી જાય છે. એવામાં હેલ્દી હાર્ટ માટે લોકોને પોતાની ભોજનમાં લીંબુનો રસ વિશેષ રૂપથી સામેલ કરવો જોઈએ. લીંબુમા આયરન, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વ હોય છે. જો રક્તપાતના સ્તરને સામાન્ય બનાવી રાખવામા મદદગાર હોય છે. તણાવ દૂર કરવામાં પણ લીંબુનુ સેવન કારગાર માનવામાં આવે છે.
આ છે વપરાશ કરવાની રીત.

લીંબુના વપરાશથી બ્લડ વેસલ્સ ફ્લેક્સિબલ હોય છે જેથી સમગ્ર શરીરમાં બ્લડ ફ્લો સુચાર રૂપથી હોય છે. લીંબુના સેવનથી હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થાય છે. જો અચાનક બીપી હાઈ થઈ જાય તો, એખ ગ્લાસ પાણીમાં લીંબુ નીચવી તેને દિવસભરમાં 2 થી 3 વખત પીવો. તે સિવાય સવારે લીંબુવાળી ચા પીવી ફાયદાકારક થઈ શકે છે.
ટમાટર

ટમાટરનું સેવન પણ હાઈ બીપીના દર્દીઓ માટે લાભદાયક થઈ શકે છે. કાર્ડિયોવસ્કુલર ડ્રગ્સ એન્ડ થેરેપીમાં છાપેલ એક અધ્યયન પ્રમાણે ઉચ્ચ રક્તપાતના દર્દી જો ટમેટાનુ સેવન કરે છે તો, તેનાથી બીપી ઓછી થાય છે. ટમેટામાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે. જે બીપી દર્દી માટે ફાયદાકારક હોઈ શકે છે. લાઈકોપીન અને બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેટ્સ શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને ઈનેક્ટિવ કરે છે. તેનાથી શરીરમાં મળી આવતા ટોક્સિક પદાર્થ ખતમ થઈ જાય છે. તમે ટમેટાના સલાડના રૂપમાં અથવા તેનુ જ્યૂસ બનાવી અથવા તેના સૂપનું સેવન કરી શકે છે.
આ સિવાય આ દર્દીઓએ યોગ પણ કરવા જોઈએ.

બ્લડ-પ્રેશરવાળાદર્દીએ નિયમિત સવાસન કરવું તેનાથી મન શાંત રહે છે. માનસિક તાણ કે ચિંતાને કારણે ઉદ્ભવાતું બ્લડ-પ્રેશર કાબૂમાં આવે છે. પ્રણાયામથી હદયને ફેફ્સાંને બળ મળે છે. વિવિધ પેશીઓ સુધી ઓકિસજન પહોંચવાથી હૃદયને ઓછી મહેનત કરવી પડે છે. અને બ્લડ-પ્રેશર ઘટે છે. હાઇ બ્લડ-પ્રેશર માટે હોમિયોપથીમાં ઘણી જ અસરકારક ઔષધીઓ છે. જેમાં કોઇ જ પ્રકારની આડઅસર થતી નથી.
ઓરમ મેટ :-

અરવી ઔષધ વિજ્ઞાાનને આધારે જર્મનીના ડો. હનીમેને શોધેલી સોનામાંથી બનતી આ ઔષધી લોહીની નળીઓની સ્થિતિસ્થાપકતાની ખામી મોટી ઉંમરે પેદા થતા હતાશા નિરાશા-ડિપ્રેશન વગેરે દૂર કરે છે અને તેની સાથે સંબંધિત હાઇબીપી મટાડે છે. તે માટે આ દવાના ૨૦૦ પાવરની ૪ ગોળી દિવસમાં એક વાર લેવી. બેરાયટા મુર :-  ઘડપણમાં યાદશકિતની ખામી મગજના રોગો વગેરે સાથે બી.પી. વધ્યું હોય ત્યારે આ ઔષધી ૩૦ પાવરમાં ૪ ગોળી દિવસમાં ૨ થી ૩ વાર ગોળી લેવી. નેટ મ્યુર :-  વધારે પડતું મીઠું ખાવાની કુટેવવાળા દર્દીને માનસિક તાણ ચિંતાથી બી.પી. વધે, થોડુ પણ વધારે મીઠું ખાવાથી બી.પી. વધી જતું હોય ત્યારે લોહીમાના સોડિયમ ઘટાડી આ દવા બીપી ઘટાડી આપે છે તે માટે આ દવાની ૪ ગોળી ૩૦ પાવરમાં દિવસમાં બે વાર લેવી.

એલીયમ સટાઇવમ :-  આ દવાના ૧૫ થી ૩૦ ટીંપા આપવાથી કોઇપણ દર્દીનું ઉંચું બી.પી. તુરંત જ કાબુમાં આવે છે. તેનું મધર ટીંકચર ઉપયોગમાં લેવાય છે. રાવલફેલિયા સર્પેન્ટીના :-   ભારતિય શાસ્ત્રોને આધારે હોમિયોપથીમાં બનાવવામાં આવેલી આ ઔષધી હાઇબીપીના દર્દીને સારી ઉંઘ આપે છે. મનને શાંત કરે છે. હદય અને રકતવાહિનીઓ ઉપરનો ભાર ઘટાડે છે. અને કોઇપણ આડઅસર વગર બીપીમાં રાહત આપે છે. હોમિયોપથીમાં બીજી ઔષધીઓ જેમકે ડિજિટાલિસ, નાજા, ક્રેકધસ ગ્રાંડી ફ્લોરા, બેલોડોના, ગ્લોનાઇન, નકસ વોમિકા, વગેરે પણ ઉપયોગી છે.

ડો. શુશ્લર ધ્વારા શોધવામાં આવેલી હોમિયોપથીના બાયોકેમિક ચિકિત્સાશાસ્ત્રની આ ઔષધીઓ એલોપેથી દવાઓની આડઅસર મટાડી આપે છે. ચેતાતંત્ર,માનસિક તકલીફે, રકતની ખામીઓ, રૂધિરાભિસરણતંત્ર (હૃદય,રકતવાહિનીઓ વગેરે)ની ખામીઓ દૂર કરે છેજો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ