હવે ગુજરાતમાં ભાજપથી ભીડ એકઠી થતી નથી , મંત્રીએ કર્યો મોટો ખુલાસો

0
1833

બીએપીએસ સંસ્થા ખાતે શિક્ષકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આદર્શ સમાજ બનાવવા માટે શિક્ષણ કેટલું જરૂરી છે અને કેવું શિક્ષણ આપવું તેને લઈને શિક્ષકો સાથે ચર્ચા કરાઈ હતી.  અા કાર્યક્રમમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા કમિટમેન્ટ અંગે વાત કરતા કહ્યું હતું કે,  જો દર રવિવારે ભાજપને લોકો એકઠા કરવા હોય તો નથી થતાં ૪ કે ૬ મહીને ભેગા કરવા હોય તો પણ વિચારવું પડે કે વાહન મુકીશું કે શું કરીશું પણ સ્વામિનારાયણ સભામાં લોકો ચોક્કસ એકઠા થાય છે.

અામ સ્વામિનારાયણ સંસ્થાના વખાણ કરવામાં મંત્રી અે ભૂલી ગયા છે કે, તેઅો ભાજપની પોલ ખોલી રહ્યાં છે. અે વાત સાચી પણ અેટલી છે કે, ભાજપ ભીડ અેકઠી કરવા સ્પેશ્યલ વાહનો દોડાવે છે. બસો ફ્રીમાં મૂકાય છે તો પણ ભાજપને ભીડ અેકઠી કરવામાં પસીનો છૂટે છે. લોકો પાસે હવે ટાઇમ નથી. ઘણીવાર તો ભીડ એકઠી કરવા માટે મજૂરીના પૈસા પણ ચૂકવાય છે. અા સાચી વાત પણ ભાજપના મંત્રીઅે અાસાનીથી સ્વીકારી લીધી છે. જોકે, ગુજરાતમાં ભાજપનું શાસન છે. જો ભાજપ ભીડ અેકઠી ન કરી શકે તો કોંગ્રેસ માટે તો અા વધુ મુશ્કેલી છે. રાજ્યમાં ભાજપનું 22 વર્ષથી શાસન છે.