નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરાશે

0
462

નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરાશે. ગઈકાલે વિધાનસભા ખાતે ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં મુખ્યમંત્રીએ આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં આયુર્વેદિક – હોમિયોપેથી કોલેજમાં હાલ 100 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ અપાય છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હવે મેડિકલ કોલેજની તમામ શાખામાં જે રીતે 15 ટકા નેશનલ કોટાથી જ પ્રવેશ અપાય છે તે જ નિયમ લાગુ કરાયો છે. રાજ્યની આયુર્વેદિક – હોમિયોપેથી 65 કોલેજોની 5 હજાર 929 બેઠકો પૈકી 889 બેઠકો પર નેશનલ કોટાથી પ્રવેશ અપાશે.