ચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા લાગતી હતી રાજકુમારી જેવી

0
3284

મુંબઈઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા તથા આનંદ પીરામલ પારંપરિક ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. ઈશા જ્યારે માયરામાં આવી ત્યારે ચારેભાઈઓએ ચુંદડી પકડી રાખી હતી અને ઈશા શરમાતી શરમાતી લગ્નમંડપમાં આવી હતી. આગળ આકાશ-અનંત ચાલતો હતો અને પાછળ કાકાના દીકરા જય અંશુલ તથા જય અનમોલ હતાં. લગ્નમાં 600 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
હિલેરી ક્લિન્ટન, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગુજરાતના સીએમ વિજય રૂપાણી, બંગાળના સીએમ મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ, એનસીપી પ્રમુખ શરદ પવાર, કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.
રજનીકાંત-લતા, સચિન તેંડુલકર પરિવાર સાથે, બચ્ચન પરિવાર, શાહરૂખ-ગૌરી, આમિર-કિરણ, સલમાન ખાન, પ્રિયંકા-નિક, શાહિદ-મીરા, કરિના-સૈફ-કરિશ્મા, ટાઈગર શ્રોફ-દિશા પટની, શિલ્પા શેટ્ટી, રેખા, માધુરી દીક્ષિત, જાહન્વી-બોની કપૂર, આલિયા ભટ્ટ, અનિલ કપૂર-સોનમ કપૂર સહિતના મહેમાનો આવ્યા હતાં.
આઠ તથા નવ ડિસેમ્બરના રોજ ઉદેપુરમાં સંગીત સેરેમની યોજવામાં આવી હતી. જેમાં 1800થી વધુ મહેમાનો હતાં. આઠ ડિસેમ્બરના રોજ મહાઆરતીથી સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.