ટ્વિટર પર લાખો લોકો કહી રહ્યાં છે પીએમ નરેન્દ્ર મોદી રાજીનામું આપો

0
1630

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત પછી દેશમાં અંધાધૂંધીનો માહોલ છવાઈ ગયો છે. નેતાઓની સ્પીચ અને રિયાલીટીમાં જમીન-આકાશનો તફાવત જોવા મળી રહ્યો છે. લોકોને કોરોનાનો સંક્રમણ લાગ્યા પછી અસુવિધાઓના કારણે મોતને ભેટી રહ્યાં છે. તેવી સ્થિતિમાં દેશવાસીઓનો આક્રોશ વધી રહ્યો છે. તેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના માટે કારણભૂત ગણાવીને તેઓએ પોતાની જવાબદારી ના નિભાવી હોવાનું કહી રહ્યાં છે. જેથી તેઓ  ટ્વિટર પર પીએમ મોદીનું રાજીનામું માંગીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.

હાલમાં ટ્વિટર પર નરેન્દ્ર મોદી પાસે રાજીનામું માંગવા માટે ઘોડાપૂર આવ્યો હોય તેટલા મેસેજ આવી રહ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો મીમ્સ અને પોસ્ટરો સહિત લોકોના બળતા મૃતદેહોના વીડિયો અને પોસ્ટરો શેર કરીને મોદી પાસે રાજીનામું માંગી રહ્યાં છે. તો કેટલાક કોરોના કાળમાં બંગાળમાં વોટ માંગતો મોદીનો વીડિયો શેર કરીને રાજીનામું માંગી રહ્યું છે.

તે ઉપરાંત વોટ્સએપ ઉપર પણ પોસ્ટો અને પોસ્ટરો શેર કરવામાં આવી રહ્યાં છે. આવા જ એક સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે દેશમાં ચિતાઓ સળગી રહી હતી ત્યારે જવાબદાર વ્યક્તિઓ સભાઓ ભરી રહ્યાં હતા. આ પોસ્ટરમાં પાકિસ્તાની ક્રાંતિકારી શાયર આમિર અજીમની શાયરીનો પણ સહારો લેવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે,

“सब याद रखा जायेगा… जब जनता की चितायें जल रही थी, तब मोदी-शाह की सभायें चल रही थी.”

#चिताओं की चिंता किसे है मुल्क जल रहा है
सब मुमकिन है,मुल्क में #चुनाव चल रहा है
उंगली न उठाओ कि वक्त के #शहंशाह हैं वे
क्या फ़र्क पड़ता है किसका जवां जल रहा है
निश्चित ही मोक्ष मिलेगा थोक में #मेला चल रहा है
कौन हैं ये इंसानियत के दुश्मन
सवाल न कीजिये साहब,मेरा मुल्क बदल रहा है!
Source : Twitter.

Source : Twitter

સૌજન્ય : સાભાર