સરદાર એસ્ટેટ ખાતેની મારૂતિ પ્લાસ્ટિક કંપનીમાં લિફટમાં ફસાયેલી મહિલાનું માથું કપાતા અરેરાટી

0
378

વડોદરા : વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ સ્થિત ત્રણ મજલી મારૂતિ પ્લાસ્ટિક કંપનીમાં કચરા-પોતા કરવા માટે આવેલી 50 વર્ષીય સુશીલાબેન આજે સવારે લિફ્ટમાં ઉપરના માળે ગયા હતા ત્યારે તેમનું માથું ફસાઈ જતા માથુ ગળાના ભાગેથી અલગ થઈ ગયું હતું જ્યારે ધડનો ભાગ લિફ્ટ સાથે ટીંગાઈ રહ્યો હતો.બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને ભારે કમકમાટી વ્યાપી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. વડોદરામાં ઇયર ફોનથી ગીત સાંભળતી મહિલા લિફ્ટમાં ફસાઇ જતાં ગળાના ભાગેથી અલગ થઈ ગયું હતું.  ઉપરોક્ત બનાવ અંગે શંકા કુશંકાના વમળો પણ સર્જાઈ રહ્યા હોય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના સરદાર એસ્ટેટમાં રોડ નંબર-5 ઉપર પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી મારૂતિ પ્લાસ્ટિક નામની કંપની આવેલી છે.આ કંપનીમાં આજવા રોડ, ચામુંડાનગરમાં રહેતા શુશીલાબહેન વિશ્વકર્મા(48) કચરા-પોતા કરવા માટેનું કામ કરે છે. આજે સવારે 8 વાગે તેઓ કંપનીમાં કચરા-પોતા કરવા માટે આવી ગયા હતા. નીચેના ભાગમાં કચરા-પોતાનું કામ પુરૂં કરીને તેઓ કંપનીના ઉપરના માળે કચરા-પોતા કરવા માટે જઇ રહ્યા હતા. કાનમાં ઇયર ફોન અને હાથમાં મોબાઇલ સાથે શુશીલાબહેન વિશ્વકર્મા લિફ્ટમાં બેસતા જ તેઓ ફસાઇ ગયા હતા. અને તેમનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. આ ઘટના બનતા જ કંપનીના અન્ય કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત જ ફાયર ઓફિસર એમ.એન. મોઢ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને લિફ્ટમાં વિચિત્ર રીતે ફસાઇ ગયેલા મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ સાથે પોલીસ આવી જતાં પોલીસે મહિલાનો મૃતદેહ કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો લિફ્ટમાં ફસાઇ જતાં મોતને ભેટેલી મહિલા મૂળ યુ.પી.ના મિરઝાપુરની વતની હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી આજવા રોડ, કમલાનગર પાસે આવેલ ચામુંડા નગરમાં, રામમુરત યાદવની માલિકીના ભાડાના મકાનમાં રહેતી હતી. અને સરદાર એસ્ટેટમાં વિવિધ કંપનીઓમાં કચરા-પોતાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર ક્રિષ્ટલ ફ્લેટ આવેલો છે. આ ફ્લેટના ચોથા ફ્લોર ઉપર એચ-401 નંબરના મકાનમાં રહેતો મોહિત યાદવ (ઉં.વ.12) સવારે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યો હતો. ફ્લોર આવતા પૂર્વે જ તેણે લિફ્ટનો દરવાજો ખોલી નાંખતા લિફ્ટ અટકી જતાં તે ફસાઇ ગયો હતો. લિફ્ટમાં ફસાઇ ગયેલા મોહિતને બહાર કાઢવા માટે ફ્લેટના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત જ વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને લિફ્ટમાં ફસાઇ ગયેલા 12 વર્ષના મોહિત યાદવને હેમખેમ બહાર કાઢ્યો હતો.