કોમનવેલ્થ ગેમ્સ 2010ની ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતા ડિસ્કસ થ્રોઅર કૃષ્ણા પૂનિયા નવી શરૂઆત કરતા રાજસ્થાનની સાદુલપુર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય બની ગઇ છે. પૂનિયાએ સાદુલપુર સીટ પરથી ધારાસભ્ય રહેલા બહુજન સમાજ પાર્ટી મનોજ ન્યાંગલીને હરાવી હતી.કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી પૂનિયાને 70020 મત મળ્યા હતા અને તેને 18084 મતથી જીત મેળવી હતી. પૂનિયાએ બીજી વખત ચૂંટણીમાં ભાગ લીધો હતો, ગત વખતે ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.મહત્વપૂર્ણ છે કે કૃષ્ણા પુનિયા હિસારના એક જાટ પરિવાર સાથે સબંધ ધરાવે છે, તેને વર્ષ 2000માં રાજસ્થાનના ચુરૂ જિલ્લાના એક ગામના વીરેન્દ્ર સિંહ પૂનિયા સાથે લગ્ન કર્યા હતા.
ડિસ્કસ થ્રોઅર કૃષ્ણા પૂનિયા ભારતની પ્રથમ મહિલા એથલીટ છે જેને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય પૂનિયાએ 2006માં દોહા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ અને 46મી ઓપન નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.