3 વર્ષમાં સચિનના વન ડેમાં સૌથી વધુ સદીના રેકોર્ડને તોડી શકે છે કોહલી

0
767

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ બેટિંગ કરવા આવે છે તો રેકોર્ડ બનાવે છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ વન ડે મેચમાં પોતાની 36મી વન ડે આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. 29 વર્ષના વિરાટ કોહલીએ પણ અત્યાર સુધી વન ડેમાં 36 સદી ફટકારવા માટે 204 ઇનિંગ રમી છે. જ્યારે ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 311 ઇનિંગમાં 36 વન ડે આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. સચિને વર્ષ 2003માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાની 36મી વન ડે સદી ફટકારી હતી, તે સમયે તેની ઉંમગ લગભગ 30 વર્ષ 6 મહિના હતી. વન ડેમાં સચિને પોતાની અંતિમ અને 49મી સદી વર્ષ 2012માં બાંગ્લાદેશ વિરૂદ્ધ એશિયા કપમાં ફટકારી હતી.આ રીતે સચિને પોતાની 36મી વન ડે સદીથી 49 વન ડે સદી ફટકારવા માટે 9 વર્ષ ક્રિકેટ રમી હતી. આ દરમિયાન સચિને 13 વન ડે સદી ફટકારી હતી. 49મી વન ડે સદી ફટકારવા દરમિયાન સચિન 39 વર્ષનો હતો.એવામાં હવે વિરાટ કોહલીના ફોર્મને જોતા આ સવાલ ઉઠે છે કે સચિનના વન ડે સદીના રેકોર્ડને તોડવા માટે વિરાટ કોહલીને કેટલો સમય લાગશે. વિરાટ કોહલીએ ફેબ્રુઆરી 2015માં પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં પોતાની 22મી વન ડે સદી ફટકારી હતી, તે બાદથી લઇને અત્યાર સુધી ત્રણ વર્ષમાં કોહલીએ વન ડેમાં 14 સદી ફટકારી દીધી છે. આ સમયે વિરાટ કોહલી સચિનના 49 વન ડે સદીના રેકોર્ડને પાછળ છોડવાથી 14 સદી દૂર છે, એવામાં 29 વર્ષમાં વિરાટ કોહલી જો આવતા પાંચ વર્ષ સુધીનો સમય પણ લે છે તો તે સચિનના વન ડે સદીના રેકોર્ડને પાછળ છોડી દેશે.