શિયાળાની શરૂઆતથી જ ત્વચાની રાખો ખાસ સંભાળ

0
1028

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. શિયાળો શરૂ થતા જ આપણને સુકી ત્વચા, સફેદી જેવી અનેક ત્વચા સંબધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શિયાળામાં ત્વચાની ખાસ સંભાળ લેવી પડે કનિદૈ લાકિઅ છે. શિયાળામાં સુકી ત્વચાના કારણે હાથ-પગમાં ખંજવાળ આવે છે. જેના કારણે ત્વચા ફાટી જવાની સમસ્યા થાય છે. ત્યારે તમે ઘરેલુ ઉપાય દ્વારા ત્વચાની સંભાળ લઇ શકો છો.

આયુર્વેદિક ટીપ્સ : શિયાળામાં ત્વચાને સુરક્ષિત રાખવા માટે આયુર્વેદિક ઇલાજમાં અનેક ઉપાય છે. આયુર્વેદિક પધ્ધિતીથી ત્વચાને  નરમ અને સુંદર બનાવી શકાય છે. ઘરેલુ ઉપાય ઘરેલુ ઉપાય કેટલાય આયુર્વેદિક ઇલાજ સાથે મળતા આવે છે. ત્વચાના આયુર્વેદિક ઉપાયમાં હળદર મુખ્ય છે. હળદરનો પાઉડર ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. હળદરનો ઉપયોગ કરી તમે ત્વચા પર નિખાર લાવી શકો છો. મોસમી ફળ અને શાકભાજી કેટલાય એવા ફળ અને શાકભાજી હોય છે, જેનો ઉપયોગ કરી તમે પેટને સાફ રાખી શકો છો. કારણ કે સુંદર ત્વચા માટે પેટ સાફ હોવુ ખુબ જ જરૂરી છે. જો તમારૂ પેટ સાફ રહે છે, તો તમારી ત્વચામાં પણ નિખાર આવે છે. પેટની કબજીયાત મોટુ કારણ પેટની કબજીયાત ત્વચાની ખરાબીનું સૌથી મોટુ કારણ છે. શિયાળામાં મોસમી ફળ અને શાકભાજી ખાઇ તમે પેટને સાફ રાખી શકો છો. શિયાળામાં ગાજર,  મૂળા, પાલક, ફુદીનો, દૂધી, દ્રાક્ષ, સંતરાનું સેવન કરી તમે પેટને ઠંડુ રાખી શકો છો અને તમારી ત્વચાને મુલાયમ અને સુંદર બનાવી શકો છો.