કાણોદર મોમીન જુની જમાત પરિવાર આર્થિક નબળા પરિવારો માટે આગળ આવ્યા

0
321

કાણોદર ગામના સમસ્ત કાણોદર મોમીન જુની જમાત પરિવાર આર્થિક નબળા પરિવારો માટે દાતાઓ બની આગળ આવ્યા

કાણોદર : કોરોના ની વૈશ્વિક મહામારી સામે લડવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોક ડાઉન ની અપીલ ને કારણે રોજ નું કમાઈ ને ગુજરાન ચલાવતા કાણોદર સહિત પાલનપુરના જરુરિયાતમંદ પરિવારો માટે કાણોદર મોમીન જુની જમાત પરિવાર તરફથી આર્થિક નબળા પરિવારો ને નીચે મુજબ રાશન કીટ ની સહાય આપવામાં આપી સરકારશ્રીની સાથે સાથો સાથ મિલાવી કોરોના વાઇરસના પડકારનો સામનો કરવા ખડેપગે એક દિલએ જોડાઇ રહ્યા છે. ધન્ય છે આવા નવયુવાન યુવા વર્ગને કે જેઓ નિસ્વાર્થ ભાવે સેવા કાર્યો કરી રહ્યા છે.

રાશન કીટ

૫ કિલોગ્રામ ઘઉનો આટો,
૧ કિલોગ્રામ ખોંડ
૫૦૦ તુવેરદાળ
૨૫૦ મગનીદાળ
૨૫૦ ચણાદાળ
૨૫૦ મરચું
૨૫૦ હલદર
૨૫૦ ધાણા
૧ લિટર તેલ
૧ કિલોગ્રામ નમક
૧ કિલોગ્રામ ડુંગળી

દેશ માટે અને સમગ્ર માનવ જાત ના સંકટ સમયે આપની આ પહેલ માટે કાણોદર ગામ આભારી છે. સદર કીટ ની વિતરણ વ્યવસ્થા અને સંકલનકર્તા કાણોદર મોમીન જુની જમાત પરિવાર તરફથી સહયોગ સાપડ્યો છે. કોરોના મહામારી ની આફત માં કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સૂવે તે માટે રાશન કીટની સહાય આપતા દાતાઓ માટે અનહદ માન ની લાગણી વ્યક્ત કરીએ છીએ. સહાયતા પુરી પાડી પરંપરાને જાળવી રાખી ને આપે સંકટ સમયે ગરીબ વર્ગ ની પ્રાથમિક જરૂરિયાતો માટે જે પહેલ કરી છે તે ખૂબ સરાહનીય છે. કાણોદર મોમીન જુની જમાત પરિવાર તરફથી રસ્તા પરથી પસાર થતા તમામ લોકો માટે ખીચડીનું પાર્સલ તૈયાર કરીને આપવામાં આવી રહ્યું છે. ત્યારે કાણોદર મોમીન જુની જમાત પરિવારના એક યુવાને જણાવ્યું કે ખાનગી કારો રાજસ્થાન જઇ રહી છે. તેમજ ચાલતા પગપાળા મુસાફરો જેઓ અહીંથી પાર્સલ લઈ જાય છે. અમે કોઈને ટચ કરતા નથી માત્ર ટેબલ પર પાર્સલ મૂકી દઈએ છીએ અને કોરોના ના મહામારીનું સંપુર્ણ ધ્યાન આપી રહ્યા છીએ આ ઉપરાંત સૌ કોઈને માત્ર ઘરમાં રહો સુરક્ષિત રહો નો મેસેજ આપવામાં આવી રહ્યો છે. કેટલાક યુવાનો રાઉન્ડ ધ ક્લોક તમામ ચાર રસ્તાઓ પર ઉભા રહી વાહનો અટકાવી બિનજરૂરી લોકોને ભેગા ન કરવા માટે સમજાવવાનું કામ કરે છે. કાણોદર ગામમાં પ્રવેશતા યોગ્ય હોય તો જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. ધન્ય છે સરાહનીય કામગીરી ને સલામ સાથે આપને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આપની દિલેરી અને સમૃદ્ધિ હમેશા વર્ધમાન રહે….