જુનાગઢ મહાનગરનાં સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે કોવિડ ૧૯ વેક્સિન મેગા કેમ્પનુ આયોજન કરાયુ

0
246

આજરોજ સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખ શ્રી પુનિતભાઇ શર્માનાં માર્ગદર્શન હેઠળ
સંજય પંડ્યા ગુજરાત કલાવૃદ, આશિષ રાવલ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, કુણાલ ચોવટીયા જનમત ફાઉન્ડેશન દ્વારા આયોજિત કોવિડ ૧૯ વેક્સિન મેગા કેમ્પ સવારે ૧૦:૦૦ વાગ્યે શરૂ કરેલ અને બપોર સુધીમાં અનેક લોકો એ વેક્સિનનો લાભ લીધેલ હતો. સાંજના ૮ વાગ્યા સુધીમાં અંદાજીત બે હજારથી વધુ લોકો ને આ લાભ મળે તેવી આશા છે. શારીરીક અસ્વચ્છ લોકો રીક્ષામાં બેસીને આવેલા અને રીક્ષાની અંદર જ તે લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આજરોજ આ કેમ્પ ચાલું કરવામાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નાં વરિષ્ઠ આગેવાન શ્રી પ્રદીપભાઈ ખીમાણી સાહેબ, સ્વામિનારાયણ મંદિર નાં સંતો તથા સિનિયર સિટીઝન મંડળ નાં વજસીભાઈ તથા ત્રણેય સંસ્થા નાં કાર્યકરો જેમા જીતુભાઈ પરમાર, વિજય સોલંકી, પ્રજ્ઞેશ રાવલ, ઈરફાન સિદ્દિકી, પરેશ જોષી, અશરફ મેસીયા હાજર રહી સેવા આપી રહ્યા છે. આ સાથે એસબીઆઈ નાં સ્ટાફે પણ રસીકરણ નો લાભ લીધો હતો. સિનિયર સિટીઝન મંડળ નાં પ્રમુખ માકડ સાહેબ, તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચાના મહામંત્રી શ્રી મનન અભાણી હાજર રહ્યા હતા.