કારનું શિર્ષાસન : બાઈકચાલકને અડફેટે લીધો

0
362

વડોદરા : વડોદરા શહેરના રાજમહેલ રોડ પર જિલ્લા પંચાયત ભવનના ગેટ પાસે કાર રોડની વચ્ચેના ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. અને તે સમયે પસાર થઇ રહેલા એક મોટર સાઇકલ ચાલકને અડફેટમાં લઇ પલટી ખાઇ ગઇ હતી. સદૃભાગ્યે આ ઘટના સમયે પસાર થઇ રહેલી ફાયર બ્રિગેડની ટીમે કારમાં ફસાયેલા ૪ વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઘટનામાં કોઇને ગંભીર ઇજા પહોંચી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચના રહેવાસી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રતિક્ષાબહેન, ફૂલચંદૃભાઇ અને તુષારભાઇ સુઝુકી આજે સવારે કારમાં વડોદૃરા આવ્યા હતા. તુષારભાઇ કાર ચલાવી રહૃાા હતા. તે સમયે રાજમહેલ રોડ ઉપર જિલ્લા પંચાયત ભવનના ગેટ પાસે તુષારભાઇએ કાર ઉપરથી એકાએક કાબુ ગુમાવતા કાર રોડની વચ્ચેના ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. અને તે સમયે મોટર સાઇકલ લઇને પસાર થઇ રહેલા નાગેન્દ્રભાઇને અડફેટમાં લઇ પલટી ખાઇ ગઇ હતી. કાર શિર્ષાસન મુદ્રામાં આવી ગઇ હતી. કાર પલટી ખાતા જ પસાર થતા વાહન ચાલકો અને જિલ્લા પંચાયતમાં આવેલા લોકો એકઠા થઇ ગયા હતા. અને બચાવ કામગીરી માટેની તૈયારી કરી રહૃાા હતા. તે જ સમયે ફાયર બ્રિગેડની ગાડી પસાર થતાં ફાયર ટીમે ભીડ જોઇને ગાડી ઉભી કરી દૃીધી હતી. અને કારની નીચે દૃબાયેલા ચાર વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. યોગાનુયોગ તે સમયે એમ્બ્યુલન્સ પણ પસાર થઇ રહી હોવાથી એમ્બ્યુલન્સને ઉભી રાખી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં રવાના કર્યા હતા. આ સાથે મોટર સાઇકલ ચાલકને પણ હોસ્પિટલમાં રવાના કર્યો હતો.