ભારત WI વિરૂદ્ધ શ્રેણીથી નવો બેન્ચમાર્ક બનાવશે

0
774

રાજકોટ

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે. ભારતીય ટીમનો પ્રયાસ આ સિરીઝ દ્વારા નવો માપદંડ નક્કી કરવાનો છે. મુકાબલાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું, ‘અમે આ સિરીઝને તે બેન્ચમાર્ક તરીકે લઇ રહ્યાં છીએ, જે રીતના માનક અમે નક્કી કરવા માંગીએ છીએ. ટોપ ઓર્ડરમાં નવા ખેલાડીઓને રમવાની તક મળશે, તેમની પાસે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક છે. હું સમજુ છુ કે તેમની માટે આ સારી તક છે.

પૃથ્વી શો અથવા મયંક અગ્રવાલમાંથી ટીમ ઇન્ડિયાકોને તક આપશેના સવાલ પર વિરાટે કહ્યું, ‘પૃથ્વી શો, હનુમા વિહારી અથવા મયંક અગ્રવાલમાંથી કોઇને પણ લઇ શકાય છે, કારણ કે તે ઘરેલુ ક્રિકેટમાં સતત સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે.’

– વિરાટ કોહલીએ કહ્યું, ‘તેમને એક તક તરીકે લેવા જોઇએ, ના કે દબાણ તરીકે. તેમની માટે ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે આ એક સારી તક છે. તે જો સારૂ રમશે તો લાંબા સમય સુધી ટીમમાં બન્યા રહેશે.’ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ કરૂણ નાયરની ટીમમાં પસંદગી કરવામાં ના આવતા વિવાદ ચાલુ છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ પણ આ મામલે સ્પષ્ટતા કરી ચુક્યો છે. જોકે, વિરાટ કોહલી કરૂણ નાયર સાથે જોડાયેલા સવાલને ટાળી ગયો હતો. વિરાટે કહ્યું કે પસંદગીની પક્રિયા પર નિવેદન આપવુ મારા અધિકાર ક્ષેત્રમાં નથી.તમામ નિર્ણય એક જગ્યાએથી નથી કરવામાં આવતા. નાયરને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ ટેસ્ટ સુધી ટીમમાં રાખવામાં આવ્યો હતો પરંતુ અંતિમ ઇલેવનમાં જગ્યા મળી નહતી. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં પણ તેની પસંદગી કરવામાં આવી નહતી.ઇંગ્લેન્ડ પ્રવાસે ત્રીજી ટેસ્ટ બાદ હનુમા વિહારી અને પૃથ્વી શોને ટીમ સાથે જોડવામાં આવ્યા હતા. કરૂણ બેન્ચ પર પહેલાથી જ હતો પરંતુ ચોથી ટેસ્ટ માટે ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો નહતો જ્યારે વિહારીએ ડેબ્યૂ કર્યુ હતું.વિન્ડીઝ વિરૂદ્ધ 2 ટેસ્ટ માટે ટીમમાં પસંદગી કરવામાં ના આવતા કરૂણ નાયરે કહ્યું હતું કે, મારી ટીમ સિલેક્ટર અને મેનેજમેન્ટ સાથે કોઇ પણ રીતની વાતચીત થઇ નથી. કરૂણ નાયરના આ દાવા બાદ એમએસકે પ્રસાદે કહ્યું કે મે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ ટીમની પસંદગી બાદ કરૂણ નાયર સાથે ખુદ વાત કરી હતી. પસંદગી સમિતી સંવાદ પક્રિયાને લઇને સ્પષ્ટ છે.

આ પહેલા ભારતે પરંપરાથી વિપરીત એક દિવસ પહેલા અંતિમ-12 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. જેમાં લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર.

કાલથી રાજકોટમાં વિન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ, નંબર વન રેન્કિંગ યથાવત રાખવા પર ભારતની નજર