ટી-20માં ભારતને ભારે પડી શકે છે વિન્ડીઝ, રસેલ-બ્રેથવેઇટ-પોલાર્ડથી બચીને રહેવુ પડશે

0
953

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ અને વન ડેમાં જીત મેળવ્યા બાદ 4 નવેમ્બરથી ટી-20 સિરીઝ જીતવા ઉતરશે.ભારતની વાત કરીએ તો ટી-20 સિરીઝમાં વિરાટ કોહલી નથી. રોહિત શર્મા વિન્ડીઝ સામે કેપ્ટન્સી કરતો જોવા મળશે. ભારતીય ટીમ ધોની અને વિરાટ કોહલી વગર ટી-20 મેચ રમશે. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ભારતે અત્યાર સુધી 8 ટી-20 મેચ રમી છે જેમાંથી ભારતે 5માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી.

ટી-20માં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઘણી ખતરનાક છે. 4 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડનમાં ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. ટી-20 સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં કિરોન પોલાર્ડ, આંદ્રે રસેલ અને કાર્લોસ બ્રેથવેઇટ જેવા ખતરનાક અને વિસ્ફોટક બેટ્સમેન રમશે. આ તિકડી સામે લડવુ રોહિત બ્રિગેડ માટે આસાન નહી હોય.

વેસ્ટ ઇન્ડીઝના ટી-20 કેપ્ટન કાર્લોસ બ્રેથવેઇટ ઇડન ગાર્ડનમાં પરસેવો વહાવી રહ્યો છે, જે મેદાન પર વર્લ્ડ ટી-20 ફાઇનલમાં તેને સતત ચાર સિક્સર ફટકારી હતી. ડેરેન બ્રાવો, ખારી પિયરે, નિકોલસ પૂરન, દિનેશ રામદીન અને શેરફાને રધરફોર્ડ તેમની સાથે ટ્રેનિંગ કરતા જોવા મળ્યા હતા જે ટી-20 ટીમના સભ્ય છે.

વન ડે સિરીઝમાં કેટલાક એવા ખેલાડી હતા, જેમને ટીમ ઇન્ડિયાના બોલરોના પરસેવા છોડાવી દીધા હતા. શાર્ઇ હોપ આ પ્રવાસમાં શિમરોન હેટમેયર સાથે વેસ્ટ ઇન્ડીઝનો શાનદાર બેટ્સમેન રહ્યો છે. આ બન્ને બેટ્સમેનોના દમ પર વેસ્ટ ઇન્ડીઝે વન ડે સિરીઝમાં એક મેચ ટાઇ તો બીજીમાં જીત મેળવી હતી. એવામાં રમતના સૌથી નાના ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ વધુ ખતરનાક બની જશે.વેસ્ટ ઇન્ડીઝની બેટિંગ લાઇનઅપમાં એકથી એક વિસ્ફોટક બેટ્સમેન અને ઓલ રાઉન્ડર છે, જે એકલા દમ પર મેચનું પરિણામ પલટી શકે છે. એવામાં વન ડે સિરીઝ બાદ ટી-20 ફોર્મેટમાં ભારત સામે વેસ્ટ ઇન્ડીઝ મુશ્કેલ પડકાર હશે.

વેસ્ટ ઇન્ડીઝની ટી-20 ટીમ: કાર્લોસ બ્રેથવેઇટ (કેપ્ટન), ફેબિયલ એલીન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેયર, ઇવિન લુર્ઇસ, ઓબેદ મેક્કોય, કીમો પોલ, ખાલી પિયરે, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, દિનેશ રામદીન, આંદ્રે રસેલ, શેરફાને રધરફોર્ડ, ઓશાને થોમસ.

ભારતની ટી-20 ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, શ્રેયસ અય્યર, રિષભ પંત, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલીલ અહેમદ, ઉમેશ યાદવ અને શાહબાજ નદીમ.