સીરિયલમાં બન્યા હતાં દિયર-ભાભી, Real lifeમાં વગર લગ્ને 15 વર્ષથી રહે છે સતત સાથે

0
697

મુંબઈઃ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'(2000-2008)માં દિયર-ભાભીનો રોલ કરી ચૂકેલા સંદીપ બસવાના અને અશ્લેષા સાવંત છેલ્લા 15 વર્ષથી લિવ-ઈન રિલેશનશીપમાં રહે છે. ખાસ વાત તો એ છે કે, લગભગ દોઢ દાયકા સુધી લિવ-ઈનમાં રહેવા છતાં લગ્નનો કોઈ પ્લાન નથી. તે કોઈપણ પ્રકારની પ્રોમિસ કે શરત વિના એકબીજા સાથે ખુશ છે. આ બંનેએ ફૅક રિલેશનશીપ તથા તૂટતા લગ્નજીવન જોયા છે અને આ જ ડરથી બંનેએ લગ્ન ના કરવાનો નિર્ણય લીધો છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન અશ્લેષાએ જણાવ્યું હતું કે એક સમય સ્મોલ ટાઉન ગર્લ હોવાને કારણે લોકો સંદીપથી દૂર રહેવાની સલાહ આપતા હતા. જોકે, ઘણા કલાકો સુધી શૂટિંગ કરવાને કારણે આ કપલ એકબીજાની નિકટ આવતું ગયું હતું. શરૂઆતના દિવસોને યાદ કરતા સંદીપે કહ્યું હતું, “અમે ખૂબ સારા મિત્રો હતા. એક દિવસ તે ઘરે આવી અને પછી પાછી ગઈ નહીં. આજે પણ કોઈપણ પ્રકારની શરત કે વચન વિના એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ”તાજેતરમાં જ જ્યારે સંદીપને લગ્નના પ્લાન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું, “હું એક સ્ટેબલ ફેમિલીમાંથી આવું છું અને લગ્નના 40 વર્ષ બાદ પણ મારા પેરેન્ટ્સને ખૂબ ખુશ જોયા છે. પરંતુ બીજી તરફ મેં ઘણા ખરાબ લગ્ન જીવન પણ જોયા છે અને ફૅક રિલેશનશીપ પણ જોઈ છે. જ્યાં બે લોકોને સાથે રહેવાનું કોઈ કારણ નથી. આથી અમે શરૂઆતથી એક જ વાત નક્કી કરી છે કે, જ્યાં સુધી ખુશ રહીશું ત્યાં સુધી જ સાથે રહીશું નહીંતર અલગ થઈ જઈશું. રિલેશનશીપ તમારા જીવનને સરળ બનાવી દે છે. ના તો મેં તેને ક્યારેય કહ્યું કે હું હંમેશા તને પ્રેમ કરીશ કે તારી સાથે જીવન વિતાવવા માગું છું કે ના તો તેણે ક્યારેય મને એવું કહ્યું છે. જોકે, અમે જ્યાં સુધી એકબીજાને પ્રેમ કરીએ છીએ ત્યાં સુધી સાથે છીએ.”
લગ્નના સવાલ પર અશ્લેષા કહે છે, “મને રજીસ્ટ્રેશન ઓફિસના પેપરની જરૂર નથી. ડાયમંડ્સ, કાર કે ઘરથી નહીં પણ સાથે રહેવાથી સિક્યોરિટી વધે છે. આ આત્માનું કનેક્શન હોય છે. ટીનએજમાં જ્યારે હું સંદીપને મળી હતી ત્યારે ખૂબ અસલામતી હતી. પરંતુ હવે એવું કંઈ નથી.”કપલનો હાલ પેરેન્ટ્સ બનવાનો કોઈ પ્લાન નથી. પરંતુ ભવિષ્યમાં આ અંગે વિચારી શકે છે. જો આવો કોઈ પ્લાન બનાવશે તો પહેલા લગ્ન કરશે. અશ્લેષા કહે છે, “ક્યારેક ક્યારેક સંદીપ જેવું દેખાતું હોય એવા બાળક અંગે વિચારું છું. પરંતુ જવાબદારીઓનો અહેસાસ થતા જ આ વિચાર છોડી દઉ છું.” તો બીજી તરફ સંદીપનું કહેવું છે, “મારી ફેમિલીમાં બાળકો છે પણ મારા કિડ્સ માટે કોઈ ઈચ્છા નથી. જો તેને લાગે છે કે બાળકો વિના તે અપૂર્ણ છે તો હું તેના પર કોઈપણ પ્રકારનું દબાણ કરીશ નહીં. તે સમયે અમે લગ્ન અંગે વિચારીશું”


‘ક્યોંકિ સાસ…’માં સંદીપે ગંગા (શિલ્પા સકલાણી)ના પતિ સાહિલનો રોલ કર્યો હતો. જ્યારે અશ્લેષા સાહિલના ભાઈ ગૌતમ(સુમિત સચદેવ)ની પત્ની તીષાના રોલમાં જોવા મળી હતી. ત્યાર બાદ બન્નેએ સીરિયલ ‘કમલ’માં પણ સાથે કામ કર્યું હતું. જોકે તેમાં તે કપલ તરીકે જોવા મળ્યા નહોતા.