હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા

0
262

‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા

‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો હતો.રથયાત્રા ન નીકળતા મંદિરના મહંતે સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા.ત્યારે આ માહોલ વચ્ચે શહેરના વસ્ત્રાપુર અને સેટેલાઇટ વિસ્તારમાં અનેક સ્થળ પર સરકાર વિરોધી પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.આ મામલે વસ્ત્રાપુર પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જગન્નાથ મંદિરના પોસ્ટરનો વિવાદ સામે આવ્યો છે.વસ્ત્રાપુર અને સેટેલાઇટ વિસ્તારમાં પોસ્ટરો લાગ્યા હતા અને તે પોસ્ટરમાં સરકાર વિરુદ્ધ લખાણ લખેલ હતું. જેમાં પોલીસે સીસીટીવીના આધારે ચાર લોકોની ધરપકડ કરી છે.આ તમામ આરોપીઓમાંથી અમુક કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે.ત્યારે પોલીસ પણ એક આક્ષેપ માની રહી છે કે આ ઘટના કોંગ્રેસના કોઈ મોટા નેતાના ઈશારે થઈ છે કે કેમ?

આ મામલે ઝોન 1 ડીસીપી પ્રવિણ માલે જણાવ્યું હતું છે કે તેમના સુપરવિઝનમાં આ તપાસ થઈ રહી છે.જોકે પોસ્ટર લગાડવા પાછળનો હેતુ હજુ અકબંધ છે. પોસ્ટરમાં મહંત દિલીપદાસજી મહારાજ મોત માંગે છે તેવા વાક્યો સાથેનું પોસ્ટર બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો.જે મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.વિરામ દેસાઈ દ્વારા આ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.જેમાં જીતેન્દ્ર શર્મા,ભુપેન્દ્ર વાઘેલા,શાહર દેસાઈએ મદદ કરી હતી.પોલીસે પોસ્ટર લાગ્યા બાદ બીજા દિવસે પોસ્ટર લાગ્યા હતા ત્યાં આસપાસના સીસીટીવી તપાસ્યા હતા જેમાંથી આખોય મામલો સામે આવ્યો હતો.

ઝડપાયેલ આરોપીઓમાં વિરમ દેસાઈ બોડકદેવ વોર્ડ પ્રમુખ છે, શર્મા જીતેન્દ્ર -બોડકદેવ ઉપપ્રમુખ છે,ભુપેન્દ્ર વાઘેલા કોંગ્રેસ કાર્યકર્તા છે અને શાહર દેસાઈ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવે છે.ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધના વધુ પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે.આ તમામ લોકો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોવાનું પોલીસ માની રહી છે.બીજી તરફ આ મામલે જ્યાં જ્યાં આ પ્રિન્ટ થઈ જ્યાં જ્યાં વહેતા કરાયા તે તમામ લોકોને શોધવા પોલીસ લાગી ગઈ છે.પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે શું આ કોઈ રાજકીય ષડ્યંત્ર છે કે નહીં. તમામ આરોપીઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલ છે ત્યારે આ લોકોને આવા પોસ્ટર લગાડવાનો વિચાર ક્યાંથી આવ્યો અને અન્ય કોઈએ મદદ કરી છે કે કેમ એ અંગે વધુ તપાસ શરુ કરી છે.