ગત 12 વર્ષમાં કોહલી જેવો બેટ્સમેન નથી જોયો : બાંગ્લાદેશના ઓપનર તમીમ ઇકબાલ

0
632

બાંગ્લાદેશના ઓપનર તમીમ ઇકબાલે વિરાટ કોહલીની બેટિંગની પ્રશંસા કરી છે, તમીમે કહ્યું- ‘ક્યારેક-ક્યારેક લાગતું નથી કે ભારતીય કેપ્ટન માણસ છે. આવુ તેના પ્રદર્શનને કારણે લાગી રહ્યું છે. જ્યારે તે બેટિંગ કરવા આવે છે તો લાગે છે કે દરેક મેચમાં સદી ફટકારશે.’ વિરાટ કોહલીએ ત્રણ મહિના બાદ વન ડે રમતા વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ગુવાહાટીમાં સદી ફટકારી હતી. તમીમ ઇકબાલે કહ્યું, ‘તે જે રીતે ખુદને જોવે છે અને રમત પર કામ કરે છે, તે અવિશ્વસનીય છે. વિરાટ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન છે. તે એક એવો વ્યક્તિ છે, જેને જોઇને પ્રશંસા કરી શકાય છે. તેની પાસેથી કંઇક શીખી શકાય છે, મને લાગે છે કે તે શાનદાર છે.

તમીમે કહ્યું, ‘મે ગત 12 વર્ષમાં તમામ મહાન ખેલાડીઓને જોયા છે, તેમનો પોતાનો મજબૂત પક્ષ છે, પરંતુ કોઇ એવો નથી જોયો જેને કોહલી જેવો દબદબો બનાવ્યો હોય’ વિરાટ વન ડે અને ટેસ્ટનો નંબર વન બેટ્સમેન છે.’ વિરાટ કોહલી જો વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ બીજી વન ડેમાં 81 રન બનાવી લે છે તો તેના 10 હજાર રન પુરા થઇ જશે. તે સૌથી ઓછી ઇનિંગમાં આ આંકડા સુધી પહોચનારો બેટ્સમેન બની જશે. વિરાટ કોહલી આગળ આ મામલે સચિન તેંડુલકર છે, જેને 259 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ અત્યાર સુધી 204 ઇનિંગ રમી છે. ગત મહિને એશિયા કપ દરમિયાન શ્રીલંકા વિરૂદ્ધ કાંડામાં ફ્રેક્ચર છતાં બેટિંગ કરનારા તમીમની ફેન્સે પ્રશંસા કરી હતી. આ મામલે તમીમે કહ્યું, ‘આ તેની માટે ગર્વની વાત છે. હું કોઇ રીતે ટીમના સ્કોરમાં 5-10 રન વધુ બનાવવા માંગતો હતો.’