હાથમાં તલવાર ને સાફામાં હતો વરરાજા કપિલ શર્મા તો દુલ્હન ગિન્ની લાલ લહેંગામાં લાગી સુંદર

0
2325

જલંધરઃ કોમેડી કિંગ કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ પ્રેમિકા ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ મીડિયાને પોઝ આપ્યો હતો. જેમાં કપિલ ગ્રીન ગોલ્ડન શેરવાની તો ગિન્ની રેડ ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી. કપિલના હાથમાં તલવાર તથા માથે સાફો બાંધ્યો હતો. લગ્નમાં પણ કપિલ શર્મા દાઢીમાં જોવા મળ્યો હતો. આ લગ્ન જલંધરના ક્લબ કબાનામાં યોજાયા હતાં.
શરૂઆતમાં 800 મહેમાનો આવવાના હતાં પરંતુ 1000 મહેમાનો આવ્યા હતાં. લગ્નનો તમામ ખર્ચ ગિન્નીના પરિવારે ઉઠાવ્યો છે. ચર્ચા છે કે ગિન્નીનાં પરિવારે 55 લાખ રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કર્યાં છે. જેમાં 25-30 લાખ રૂપિયા તો માત્ર ભોજન પાછળ જ ખર્ચ્યા છે. ભોજનમાં ચાઈનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ ફૂડ મહેમાનોને સર્વ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે એક પ્લેટ રૂપિયા 3 હજારની હતી. મહેમાનોને દારૂ પણ આપવામાં આવ્યો હતો. 500 જાતની વિવિધ વાનગીઓ સર્વ કરવામાં આવી હતી. આટલું જ નહીં 18-20 જાતના તો માત્ર સ્ટાર્ટર જ હતાં. ડેકોરેશન પાછળ 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આખા ભારતમાંથી મહેમાનો આવ્યા હતાં. કપિલને લાલ રંગ ઘણો જ પસંદ છે અને તેથી જ ખાસ કોલકાતાથી ઓર્ચિડ તથા સ્પેશ્યિલ ગુલાબના ફૂલો મંગાવવામાં આવ્યા હતાં.
લંડન, થાઈલેન્ડ તથા યુરોપથી 80 શૅફ આવ્યા હતાં. જેમણે સ્પેશ્યિલ લાઈવ કાઉન્ટર ચલાવ્યા હતાં. જેમાં સૂપથી લઈ કોન્ટિનેન્ટલ ફૂડ હતું. ભારતના દરેક રાજ્યની સ્પેશ્યિલ વાનગી હતી. જેમાં અમૃતસરી કુલ્ચા, મુંબઈ ચાટ, સાઉથ ઈન્ડિયન, ગોવાનું ફૂડ, સુશી ફૂડ, લાઈવ ગ્રિલ્સ, તુમ્બા, રાજસ્થાની ફૂડ, કાશ્મિરી ફૂડ, સી ફૂડ વગેરે સર્વ કરવામાં આવ્યા હતાં. 50 જાતના કોકટેલ્સ, 15 જાતની કૉફી હતી.500 લોકલ પોલીસ તથા 300 બાઉન્સર્સે સુરક્ષા વ્યવસ્થા જોઈ હતી.
ક્લબ કબાનાની બહાર 10 લેપટોપ મૂકવામાં આવ્યા હતાં અને બારકોડ સિસ્ટમથી સજ્જ સ્માર્ટ કાર્ડ આપેલા હતાં. જે સ્કેન કર્યાં બાદ જ મહેમાનો અંદર જઈ શકતા હતાં. મહેમાનો માટે બે ટનલ બનાવવામાં આવી હતી. અહીંયા ચેકિંગ બાદ જ મહેમાનો અંદર જઈ શકતાં હતાં.
ગિન્નીના પરિવારે કબાના ક્લબ આખી બુક કરી હતી. જેમાંથી 47 રૂમ્પસ કપિલ તથા તેના સંબંધીઓ માટે હતાં. કપિલ તથા તેના પરિવાર માટે ત્રણ સ્યુટ્સ બુક કરવામાં આવી હતી. જેની કિંમત 10 હજાર રૂપિયા હતાં. આ સિવાય અન્ય રૂમ્સની કિંમત ચાર હજાર હતી.