કઈંક નવું જ બનાવવાની ઇચ્છા હોય તો ટ્રાય કરો તવા ઢોકળાં

0
1296

રેસિપિ ડેસ્ક: ભાગ્યે જ કોઇ ગુજરાતી ઘર એવું જોવા મળે, જેના ઘરે ઢોકળાં ન બનતાં હોય. મોટાભાગે બધાંના ઘરમાં ઢોકળિયા કે સ્ટીમરમાં જ ઢોકળાં બનતાં હોય છે. આજે અમે તવા ઢોકળાની રેસિપિ લાવ્યા છીએ તમારા માટે. કદાચ આજ પહેલાં તમે ખાધાં નહીં હોય, પરંતુ એકવાર ખાશો તો ચોક્કસથી સ્વાદ દાઢે વળગશે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

તવા ઢોકળા
સામગ્રી

એક વાટકી રવો
એક કપ દહી
૨ લીલા મરચા બારીક સમારેલા
બારીક સમારેલી કોથમીર
મીઠુ સ્વાદ મુજબ
૧/૪ ટીસ્પૂન ફૂટસોલટ (ઇનો)
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન તલ
લાલ મરચુ (ઉપર છાંટવા)
તેલ
સવૅ કરવા સોસ, તીખી ચટણી

રીત

એક બાઉલમાં રવો લઇ તેમાં દહીં અને પાણી લઈ ઢોકળા જેવુ ખીરૂ તૈયાર કરો. ખીરાને અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખવું. ત્યારબાદ તેમાં મીઠુ, લીલા મરચા, કોથમીર નાખી મિક્સ કરો. હવે એક નોનસ્ટિક પેનમાં વચ્ચે કાઠલો અથવા બિસ્કિટ કટર મૂકી તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમા રાઇ, તલ નાખી વઘાર તૈયાર કરો પછી તે વધાર ઉપર ઢોકળાંનું ખીરૂ નાખી ધીમા તાપે ચઢવા દો. ૫ થી ૭ મિનિટ બાદ એક ટૂથપીક નાખી ચેક કરો જો ટૂથપીક ચોખી બાર આવે તો ગેસ બંધ કરી ઢોકળાને પ્લેટમાં કાઢી લો. હવે તેને સોસ અને ચટણી સાથે સવૅ કરો. આ ઢોકળાં નીચેથી ક્રિસ્પી અને ઉપરથી પોચાં લાગશે.