પત્ની ના લાવી દહેજ તો પતિ એ કરી બળજબરી.. અને ઈન્ટરનેટ ઉપર વાઇરલ કરી દીધા અશ્લીલ ફોટા

0
313

આજના આ 21મી સદીમાં પણ દહેજ માટે આપણે કેટલીય પીડિતાઓને હેરાન થતા જોઈએ છે ત્યારે આજે વાત કરીશું વડોદરા જિલ્લાની જેના લગ્ન અમદાવાદ માં થયા હતા.

દહેજ નહીં લાવનાર વડોદરાની એક યુવતીને પજવતા પતિએ તેના ચારિત્ર્ય પર લાંછન લગાવવા માટે પત્નીના મોબાઇલનો ઉપયોગ કરી અત્યાચાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીએ મહિલાપોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.વડોદરાની યુવતીએ કહ્યું છે કે,નવેમ્બર-૨૦૧૭માં અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા ધ્યેય નામના યુવક સાથે લગ્ન થયા હતા.પરંતુ લગ્ન બાદ પતિ અને તેની માતાએ મેંણા મારી ત્રાસ ગુજારવા માંડયો હતો.

પત્નીને બળજબરીથી દારૂ પીવડાવતો પતિ

માનસિક વિકૃતતા ધરાવતો પતિ દારૃના રવાડે ચઢેલો હોવાથી મને પણ બળજબરી પૂર્વક દારૃ પીવડાવવા માટે પ્રયાસ કરતો હતો.જ્યારે સાસુ ઘરમાં ગંદકી કરી વારંવાર સાફ કરાવતી હતી.


યુવતીએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે,મને બદનામ કરવા માટે પતિ મારા મોબાઇલના પાસવર્ડનો ઉપયોગ કરી મોબાઇલમાં બીભત્સ ફોટા અને ચેટિંગ કરતો હતો.જ્યારે મને વિકૃત વીડિઓ જોવા માટે પણ ફરજ પાડતો હતો.માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ મને કાઢી મુકી છે.મહિલા પોલીસે આ ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજના જમાના માં શુ દહેજ લેવું યોગ્ય છે ? દહેજ માટે પીડિતા ને આટલી હદે પરેશાન કરવી યોગ્ય છે ??? કોમેન્ટ માં જવાબ આપો..