‘કસૌટી જિંદગી કી 2’ના સેટ પર કોમોલિકા બનતી હિના ખાને પહેલાં જ દિવસે કરી નાખી મોટી ભૂલ

0
743

મુંબઈઃ ડ્રામા ક્વિન એકતા કપૂરની ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ ચાહકોમાં લોકપ્રિય થઈ રહી છે. આ શોમાં કોમોલિકાની એન્ટ્રી થઈ ગઈ છે. આ રોલ હિના ખાન પ્લે કરી રહી છે. હિના ખાનનને લઈ ચાહકોએ કહ્યું હતું કે તેને કોમોલિકાનો રોલ સૂટ કરતો નથી અને તે ‘સંસ્કારી વહુ’ અક્ષરામાં જ સારી લાગે છે. ‘કસૌટી જિંદગી કી 2’ના સેટના પહેલાં જ દિવસે હિના ખાન પોતાને કોમોલિકા નહીં પણ અક્ષરા સમજી બેઠી હતી.
એક લાઈવ ચેટ દરમિયાન હિના ખાને કહ્યું હતું કે ‘કસૌટી જિંદગી..’ના સેટ પર તેણે એક લોગ શીટ ભરવાની હતી. આ સમયે તે ભૂલી ગઈ કે તે કોમોલિકા છે કે અક્ષરા. વાસ્તવમાં દરેક એક્ટરે સેટ પર પોતાના કેરેક્ટરની સાથે ઈન અને આઉટ ટાઈમ લખવાનો હોય છે. કેરેક્ટરવાળી કોલમમાં તેણે અક્ષરા લખી નાખ્યું હતું. જોકે, પછી તેણે નામ સુધારી નાખ્યું હતું. તે ભૂલી જ ગઈ હતી કે હવે તે અક્ષરા નહીં પરંતુ કોમોલિકાનો રોલ પ્લે કરે છે. અક્ષરાનો રોલ તેણે આઠ વર્ષ સુધી પ્લે કર્યો હતો અને ત્યારબાદ રિયાલિટી શો કર્યો હતો. હવે જ્યારે તે ફરી પાછી ફિક્શન શોમાં આવી તો તેનાથી ભૂલ થઈ ગઈ હતી. તેણે વર્ષો સુધી શીટમાં અક્ષરાનું નામ જ લખ્યું હતું. તે આ નામથી ટેવાઈ ગઈ હતી.
હિના ખાનની ‘કસૌટી જિંદગી કી’માં હિના ખાનની ફાઈનલી એન્ટ્રી થઈ ગઈ છે. ચાહકોને હિના ખાનનો લુક ઘણો જ પસંદ આવ્યો છે. સોશ્યિલ મીડિયામાં ચાહકોએ હિના ખાનના લુક તથા એક્ટિંગના વખાણ કર્યાં છે. એક યુઝરે લખ્યું હતું, ”હિના ઘણી જ હોટ લાગે છે અને કોમોલિકાના પાત્રને ન્યાય આપશે.” તો અન્ય એક યુઝરે લખ્યું હતું, ”હિનાને બીજીવાર સ્ક્રિન પર જોઈને ખુશી થઈ.”