જસદણની પેટા ચૂંટણીમાં બંન્ને પક્ષોનો આજે હાઈ-વોલ્ટેજ પ્રચાર

ચૂંટણી પ્રચારના પડઘમ સાંજના પ વાગ્યે શાંત થશે કોંગ્રેસ તથા ભાજપે દિગ્ગજાને પ્રચાર માટે ઉતાર્યા ચૂંટણીના પરિણામની અસર લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે

0
570

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ર૦મી ડીસેમ્બરના રોજ થનારી જસદણ વિધાન સભાની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ તથા ભાજપ બંન્ને પક્ષો એડી-ચોટીનું જાર લગાવી રહ્યા છે. ભાજપ-કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ જસદણમાં ધામા નાંખ્યા છે. બંન્ને પક્ષો માટે આ જંગ પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. જસદણની ચૂંટણીના પરિણામનો પડઘો લોકસભાની આગામી ચૂંટણી માટે લીટમસ બની રહેશે. ર૦મી ડીસેમ્બરે થનારી ચૂંટણી માટે આજે પ્રચાર માટે છેલ્લો દિવસ છે. સાંજના પાંચ વાગ્યેે પ્રચારના પડઘમ શાંત થશે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ તેમજ ભાજપ મતદારોને આકર્ષવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોંંગ્રેસ પક્ષ તરફથી આજે પંજાબ સરકારના મંત્રી તથા કોંગ્રેસના અગ્રણી નવજાતસિંહ સિધ્ધુને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જસદણ કોંગ્રેસનો ગઢ મનાય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જીત્યો હતો. અને બાવળીયા ચૂંટણી જીત ગયા હતા. પરંતુ પાછળથી બાવળીયાએ પક્ષપલ્ટો કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જાડાઈ ગયા હતા જેથી આ જગ્યા ખાલી પડી હતી. જેથી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હત્ કો/ગ્રેસ આ જસદણની બેઠક જાળવી રાખવા માટે મરણીયો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભાજપ પણ બાવળીયાને જીતાડવા માટે એડીચોટીનું જાર લગાવી રહ્યુ છે.બાવળીયા રાજ્યસભામાં કેબિનેટ મંત્રી હોવાને કારણે પેટા ચૂંટણી જીતવી જરૂરી છે. ભાજપના પ્રચાર માટે છેલ્લા બે સપ્તાહથી દિગ્ગજાએ જસદણમાં અડ્ડો જમાવ્યો છે. બાવળીયા માટે પણ આ પેટાચૂંંટણી પ્રતિષ્ઠાનો જંગ સમાન બની રહી છે. કોંગ્રેસે બાવળીયા સામે કોળી સમાજના જ ઉમેદવાર ઉભો રાખ્યો છે. તેમથી બંન્ને પક્ષો માટે આ ચૂંંટણી પડકારરૂપ બની રહી છે. દરમ્યાનમાં સરકારી તેમજ ખાનગી મકાનોની દિવાલ પર અજાણી વ્યÂક્તઓ તરફથી બાવળીયા વિરૂધ્ધ લખાણો લખવાને કારણે ભાજપે ચૂંટણી પંચ તથા પોલીસમાં અજાણી વ્યÂક્ત સામે ફરીયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. જસદણની ચૂંટણી પેટા ચૂંટણી હોવા છતાં રાજકીય પક્ષો ચૂંટણીના મતદાન તથા પરિણામ પર બાજ નજર રાખી રહ્યા છે. કોંગ્રેસ જા આ વિધાન સભાની પેટા ચૂંટણી જીતે તો અન્ય પક્ષો સાથેના જાડાણ માટે રસ્તો સરળ બની શકે છે અને તેથી જ યેનકેન પ્રકારે આ પેટા ચૂંટણી જીતવા માટે મરણીયો પ્રયાસ કરી રહી છે. પેટા ચૂંટણીમાં ભાજપની હાર થાય તો લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની લોકસભાની ર૬ બેઠકો પર અસર થાય એમ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.