હેલો વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ… હોસ્પિટલમાં ગર્ભવતિ મહિલા અને તેનો પરિવાર ભૂખ્યો છે, અને 20 મીનિટમાં જમવાનુ પહોંચી ગયું

0
181

વડોદરા પોલીસ કંટ્રોલ રૂમના અનેક કડવા અનુભવો વચ્ચે વડોદરાવાસીને એક સુખદ અનુભવ પણ થયો છે

વડોદરા :  વડોદરા પોલીસ કંટ્રોલ રૂમના અનેક કડવા અનુભવો વચ્ચે વડોદરાવાસીને એક સુખદ અનુભવ પણ થયો છે. આ વાત છે લોકડાઉનના પાંચમાં દિવસ એટલે કે રવિવાર 29 એપ્રિલની, શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિએ ફોન કરી રહ્યું હેલો વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ, સામેથી જવાબ આવ્યો હા.. બોલો ; સાહેબ હોસ્પિટલમાં એક ગર્ભવતિ મહિલા અને તેનો પરિવાર ભૂખ્યો છે, મદદ મળશે જમવાની ? ત્યાં તો ગણત્રીની મીનિટોમાં હોસ્પિટલ બહાર એક ગાડી આવી અને સેવાભાવી યુવાનોએ પરિવારને જમવાની વ્યવસ્થા પુરી પાડી સાથે સવારે ચા-નાસ્તો પણ પહોંચતો કર્યો હતો.  સેવાભાવી યુવાનો સારંગ પંડ્યા અને તેમના મિત્રો જે.પી પોલીસની સંકલનમાં રહીં લોકોને જમવાની વ્યવસ્થા પુરી પાડી છે

શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ગર્ભવતિ મહિલા અને તેના પરિવારને મદદ અપાવનાર સેલીયા કમ્મરઅલીભાઇએ પોતાના અનુભવ અંગે જણાવ્યું કે, હું તાંદલજા સ્થિત સન ફાર્મ રોડ પરની તઇબા હાઇટ્સમાં રહું છું, રવિવારે રાતે 9 વાગ્યાના અરસામાં મેં બિલ્ડીંગમાંથી જોયુ તો એક પરિવાર મદદની શોધમાં હતુ, જેતી મેં તેમને પુછ્યું કે ભાઇ શું થયું, ત્યારે તેમણે જણાવ્યું કે મારી પત્ની ગર્ભવતિ છે અને એ વાતસલ્ય હોસ્પિટલમાં દાખલ છે, અમે આખા દિવસના ભૂખ્યા છે કંઇ જમવાનુ મળી જાય તો સારૂ. આ સાંભળી મેં તાત્કાલીક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને એવુ બન્યું કે મારો ફોન તુરંત લાગી ગયો અને બીજી જ રીંગે ફોન પણ ઉઠાવી લીધો.

ફોન ઉઠાવતા જ મેં પુછ્યું હેલો વડોદરા પોલીસ કંટ્રલ રૂમ અને સામેથી જવાબ આવ્યો હાં બોલો શું થયું ત્યારે મેં કહ્યું સાહેબ સનફાર્મા રોડ પરના વાતસલ્ય હોસ્પિટલમાં એક ગર્ભવતિ મહિલા દાખલ છે અને તેની સાથે તેનો પરિવાર પણ ભૂખ્યો છે. જેથી મને જે.પી રોડ પોલીસ સ્ટેશનનો નંબર આપવામાં આવ્યો અને અંદાજીત 20 મીનિટમાં પોલીસે સેવાભાવી યુવાનોના હાથ જમવાનુ પહોંચાડી દીધું હતુ.

પોતાના અનુભવ અંગે વધુ કરતા સેલીયા કમ્મરઅલીભાઇએ જણાવ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમમાં કોઇ ફોન ઉપાડતુ નથી અને ઉપાડે તો સરળતાથી જવાબ મળતો નથી, એવી મારી અને બીજા અનેકની માનસિકતા આજે બદલાઇ છે. કોરોના વાઇરસની વિકટ પરિસ્થિતિમાં જ્યાં દેશ આંખુ લોકડાઉનમાં છે, ત્યારે વડોદરા પોલીસ શહેરીજનોની સેવા માટે સતત ખડેપગ હાજર છે.