શું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે…? તો આજે જ ઘરે બનાવો આ કટલેસ…

0
958

તમે સદી કટલેસ નો સ્વાદ તો માણ્યો જ હશે પણ આં કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ ક્યારેય નહીં માણ્યો હોય. આં કટલેસ ઘરે બનાવી સાવ સહેલી છે. તો આવો જાણીએ આને બનવાની સાચી રીત…

સામગ્રી :

2 કપ બાફેલી મકાઈના દાણા

10 બાફેલા બટાટા

2 ચમચી મરીનો ભૂકો

3 ચમચી આદું-મરચાંની પેસ્ટ

8 કળી લસણ

2 ચમચો આરાલોટ

1 કોથમીર

તેલ

મીઠું – સ્વદ પ્રમાણે

બનાવવાની રીત 

સૌ પ્રથમ આં કોર્ન પોટેટો કટલેસ બનાવવા માટે બાફેલા બટાટાના પૂરણમાં બાફેલી મકાઈના દાણા કોરા કરી નાખવા.

ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી અને એમાં મરીનો ભૂકો, લસણ, આદું-મરચાંની પેસ્ટ સાંતળવી અને  બટાટાના પૂરણમાં નાખવું.

પછી એમાં મીઠું (સ્વાદ પ્રમાણે) નાખવું, કોથમીર અને આરાલોટ નાખી એનો લોટ બાંધવો અને ઢીલું લાગે તો ફરી એમાં થોડો આરાલોટ નાખવો.

હવે એના નાના-નાના ગોળા કરી એને સાંચામાં નાખી કટલેસનો શેપ આપવો અને આરાલોટમાં રગદોળીને તળવી.

હવે આ ગરમાં ગરમ સ્વાદિસ્ટ કટલેસને સૉસ અને ચટણી સાથે સર્વ કરો….