અચ્છે દિન’ ગયા !, GSTની ચૂકવણીમાં મોડા પડ્યા તો સરકાર વસૂલશે વ્યાજ, વેપારીઓનું હવે આવી બન્યું

0
248

કોરોના વાયરસ અને લોકડાઉનથી સર્જાયેલી કટોકટીમાં સરકારે આપેલી રાહતનો સમયગાળો સમાપ્ત થવાની તૈયારીમાં છે અને આ સાથે જ વેપારીઓ- ઉદ્યોગો સામે મોટી મુશ્કેલીઓ સર્જાશે.સરકારે સ્પષ્ટપણે જણાવ્યુ કે,ગુડ્સ અને સર્વિસ ટેક્સ GST (જીએસટી)ની વિલંબિત ચૂકવણીઓ પર 1લી સપ્ટેમ્બરથી ચોખ્ખી કર જવાબદારીઓ પર વ્યાજ વસૂલવામાં આવશે.ઉદ્યોગોએ આ વર્ષની શરૂઆતમાં જીએસટી ચુકવણી પર વિલંબિત વ્યાજની લગભગ 46,000 કરોડ રૂપિયાની વસૂલાતના નિર્દેશ પર ચિંતા વ્યક્ત કરી હતી.

વ્યાજ ગ્રોસ ટેક્સ લાયેબિલિટી પર વસૂલવામાં આવ્યું

વ્યાજ ગ્રોસ ટેક્સ લાયેબિલિટી પર વસૂલવામાં આવ્યું હતું.કેન્દ્ર અને રાજ્યના નાણાં પ્રધાનોનો સમાવેશ કરતી જીએસટી કાઉન્સિલની માર્ચમાં યોજાયેલી 39મી બેઠકમાં,નિર્ણય લેવામાં આવ્યો હતો કે જીએસટીની ચુકવણીમાં વિલંબના કિસ્સામાં ચોખ્ખી કર જવાબદારી પર 1 જુલાઇ, 2017થી વ્યાજ લાગુ કરવામાં આવશે,અને કાયદામાં પૂર્વનિર્ધારિત ફેરફાર કરવામાં આવશે.અલબત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઈસી)એ 25 ઓગસ્ટના રોજ સુચિત કર્યુ કે, 1લી સપ્ટેમ્બર,2020ની તારીખથી ચોખ્ખી કર જવાબદારી પર વ્યાજ વસૂલવામાં આવશે.

આ નિર્ણયથી વેપારીઓ-ઉદ્યોગો ફરી હાઇકોર્ટમાં અપીલ કરી શકે

AMRG & Associatesના સીનિયર પાર્ટનર રજત મોહને કહ્યુ કે,આ નોટિફિકેશન જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયેલા નિર્ણયથી અલગ હોવાનું દેખાઇ રહ્યું છે.આવું એટલા માટે કે જીએસટી કાઉન્સિલના નિર્ણયમાં કરદાતાઓને આ વાતને લઇને ખાતરી અપાઇ હતી કે તેમને આ સુવિધા જૂન તારીખ એટલે કે 1લી જુલાઇ 2017થી મળશે.તેમણે વધુમાં જણાવ્યુ કે,આ સુવિધાને જોતા લાખો કરદાતા જીએસટી લાગુ થયાની તારીખથી વ્યાજની માંગ ઉપર વિચારણા કરી શકે છે. આ નિર્ણયથી વેપારીઓ-ઉદ્યોગો ફરી હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે.

મોડી જીએસટીની ચૂકવણી પર સરકાર લે છે 18 ટકાના દરે વ્યાજ

બીજી તરફ એવા પણ મામલા સામે આવ્યા છે જ્યાં જીએસટી અસેસિઝે નક્કી તારીખ બાદ ચૂકવણી કરી છે પરંતુ મોડા કરેલી ચૂકવણી માટે વ્યાજ જમા કર્યુ ના હોય. એવામાં આ વાતને લઈને શંકા હતી કે વ્યાજની ચૂકવણી કુલ કરીને દેણદારી પર કરવામાં આવે અથવા શુદ્ધ કર દેણદારી પર.મોડાઈથી જીએસટીની ચૂકવણી પર સરકાર 18 ટકાના દરે વ્યાજ લે છે.