MPમાં મંત્રીમંડળનું વિસ્તરણ LIVE / રાજભવનમાં ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે સિંધિયા સહિત 8 ધારાસભ્યો કેબેનિટ મંત્રી બન્યા, વિશ્વાસ અને ઈમરતીએ રાજ્યમંત્રી પદના શપથ લીધા

0
78

ભોપાલ. ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.

Shivraj Singh Chauhan Madhya Pradesh (MP) Cabinet Expansion Live Updates

ત્યાર પછી ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ નથી બની. કેન્દ્રીય નેતૃત્વ તરફથી મળેલા આદેશો સાથે પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે બુધવારે ભોપાલ પહોંચ્યા હતા. ત્યારબાદ સીએમ નિવાસમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રદેશ પ્રભારી સહસ્ત્રબુદ્ધે અને સંગઠન મહામંત્રી સુહાસ ભગત વચ્ચે તમામ ગુંચવાળા અંગેની વાત થઈ હતી. મોડી રાતે મંત્રી બનાવાઈ રહેલા તમામ લોકોને ફોન કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર શુક્લા, ગૌરીશંકર બિસેન અને સંજય પાઠક પર સહમતિ નહોતી બની હતી, મોડી રાતે તેમને સીએમ હાઉસ બોલાવ્યા હતા. રાજેન્દ્ર પાંડે પણ દાવેદારી કરી રહ્યા હતા. તેમની સાથે પણ સહસ્ત્રબુદ્ધેએ વાત કરી હતી. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે પહેલા વિચાર હતો કે મંત્રીમંડળની સંખ્યા સીમિત રાખવામાં આવે, પરંતુ 28 મંત્રી બનાવાયા અને પાંચ મંત્રી પહેલાથી છે હવે પછી મંત્રીમંડળમાં માત્ર એક પદ જ ખાલી રહેશે.મપ્રમાં વિધાનસભા બેઠકોને ધ્યાનમાં રાખતા સીએમ સાથે 34 મંત્રી જ બનાવી શકાય છે.

ભાજપના 16, જેમાંથી 7 જૂના અને 9 નવા ચહેરાઓને તક મળશે ,

ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્ર સિંહ,યશોધરા રાજે સિંધિયા, વિજય શાહ, જગદીશ દેવડા ,બૃજેન્દ્ર પ્રતાપ સિંહ, વિશ્વાસ સારંગ, પ્રેમ સિંહ પટેલ, ઈંદર સિંહ પરમાર, ઉષા ઠાકુર , ઓમ પ્રકાશ સકલેચા , ભારત સિંહ કુશવાહ, રામકિશોર કાંવરે, મોહન યાદવ, અરવિંદ ભદૌરિયા, રામ ખિલાવન પટેલ.

જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારે કોંગ્રેસથી ભાજપમાં જોડાયેલા 22 પૂર્વ ધારાસભ્યો સાથે CM નિવાસમાં બેઠક કરશે. જેમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત મુખ્ય લોકો હાજર રહેશે. આ પહેલા પાર્ટીની ઓફિસ જશે તથા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહેલા લોકોને સભ્યતા અપાવશે. આગામી દિવસે શુક્રવારે પણ હાટપિપલ્યાના લોકોને ભાજપમાં જોડશે.