એકલા રહેતા સીનીયર સીટીઝન દંપતીના ઘરે રેકી કરી લુંટ કરવાના ઇરાદે આવેલ બે આંતરરાજ્ય ચોરી લુંટ કરનાર ટોળકીના સાગરીતોને પકડી પાડી લુંટ કરવાના પ્લાનને નિષ્ફળ બનાવતી વાસદ પોલીસ

0
320

મહે.આઈ.જી.પી.સાહેબ શ્રી વી.ચંદ્રશેખર સાહેબ અમદાવાદ રેન્જ અમદાવાદ નાઓ દ્વારા અપાયેલ સુચના મુજબ તેમજ શ્રી અજીત રાજ્યણ સાહેબ પોલીસ અધીક્ષક આણંદ નાઓ તથા શ્રી બી.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક આણંદ વિભાગ આણંદ નાઓના માર્ગદર્શન મુજબ ને.હા.નંબર-૪૮ ઉપર ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર વોચ રાખી મિલ્કત સબંધી ગુનાઓ કરનાર ગુનેગારોને પકડવા આપેલ સુચના મુજબ પેટ્રોલીંગ દરમ્યાન એક નંબર પ્લેટ વગરના મો.સા.ઉપર બે શકમંદ ઇસમો પકડાયેલ જેઓ આરોપી નંબર-૩ નાએ વડોદરા મિરાજ મોલ સામે આવેલ એક સોસાયટીમાં બંગલામાં એકલા રહેતા સીનીયર સીટીઝન દંપતીને ત્યાં કુલીંગ કામ કરેલ જ્યાં મોટી રકમ મળવાની સંભાવના હોય આરોપી નં.૧ તથા ૨ ને ઉપરોકત માહિતી બાબતે બોલાવી અગાઉ રેકી કરી ત્યાં લુંટ કરવાના ઇરાદે આવેલ હોય જેઓને ગેરકાયદેસર હથીયાર તથા લુંટ કરવાના સાધનો અને ચોરીના મો.સા. સાથે પકડી પાડી ચોરીનો ગુનો- ૦૧ શોધી તથા સીનીયર સીટીઝન દંપતી એકલા રહેતા હોય તેમને ઘરે લુંટ કરવાના પ્લાનને નિષ્ફળ બનાવી આરોપીઓને પકડી પાડી તેઓ વિરુધ્ધ વાસદ પોસ્ટે ખાતે ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગુનાની એમ.ઓ.
આંતરરાજ્ય ચોરી લુંટ કરનાર ટોળકી સાથે રહી મકાનોની રેકી કરી રોકડા રૂપીયા તથા કિમંતી વસ્તુઓ તેમજ મો.સા. વિગેરેની ચોરી લુંટ કરવાની એમ.ઓ. ધરાવે છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામું તથા ગુનાહિત ઇતિહાસ:-
(૧) દિનેશ S/O નારાયણલાલ કેશાજી ગુર્જર ઉ.વ.૧૯ રહે.ગામ- પનોતીયા સ્કુલની પાસે તા.અમેઠી જી.રાજસમંદ રાજ્ય- રાજસ્થાન અગાઉ નીચેના ગુનામાં પકડાયેલ છે.
 કેલવા પો.સ્ટે.( રાજસમંદ જી.રાજસ્થાન ) ગુના નંબર- ૨૦૩/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૮૦,૫૧૧
 કેલવા પો.સ્ટે.( રાજસમંદ જી.રાજસ્થાન ) ગુના નંબર- ૨૦૫/૨૦૧૯ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૪૧૧
(૨) હિમ્મત S/O નરોજી પોકરજી ગુર્જર ઉ.વ.૨૧ રહે. ગામ- ગુનીયા, તળાવ પાસે તા.દેવગઢ જી.રાજસમંદ રાજ્ય- રાજસ્થાન
(૩) કિશોર S/O અર્જુનભાઈ લાદુજી તોસવાડા ઉ.વ.૨૬ રહે.એ-૪૨ જય જલારામનગર સોસાયટી,પંચવટી સર્કલ, ગોરવા વડોદરા શહેર
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) એક દેશી બનાવટની પિસ્તોલ કિ.રૂ.૫૦,૦૦૦/-
(૨) બે જીવતા કારતુસ કિ.રૂ.૧૦૦/-
(૩) એક ખંજર કિ.રૂ. ૨૫/- તથા મરચું પાઉડર
(૪) એક હિરો કંપનીનો સ્પેલન્ડર પલ્સ મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/-
(૫) મોબાઈલ નંગ-૨ કિ.રૂ. ૫૫૦૦/-
કુલ્લે કિંમત રૂપિયા ૮૦,૬૨૫/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

(૧) મકરપુરા પોસ્ટે. (વડોદરા શહેર) ગુના નંબર- ૩૮૫/૨૦૨૧ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ.

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી વાસદ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.શ્રી પી.જે.પરમાર તથા વાસદ પો.સ્ટે.સ્ટાફના પોલીસ માણસો હેડકો જીતેંદ્રસિંહ જટુભા બ.નં.૯૦૧ તથા આ.પો.કો.રાજેંદ્રસિંહ ઘનશ્યામસિંહ બ.નં.૨૨૯ તથા આ.પો.કો.ઋષિકકુમાર ગોરધનભાઈ બ.નં.૦૫૬ તથા પો.કો.જયદિપસિંહ બળવંતસિંહ બ.નં.૨૪૩ વિગેરે સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા