મુસ્લિમ સ્વંયસેવકની હાજરીથી નારાજ થયેલા બીજેપી નેતાએ વડોદરા મહાનગર પાલિકામાં આ અંગે ફરિયાદ કરી, પરંતુ બીજેપી નેતાની આપત્તિને મહાનગર પાલિકાએ સ્વીકારી નહતી. વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયૂર રોકડીયાએ કહ્યું કે, મહામારીની આપત્તિમાં બધા સમાજના લોકોને એક સાથે કામ કરવું જોઈએ. તેમને કહ્યું કે, જ્યારે પરિજનો પણ શબ છોડી જાય છે, ત્યારે સ્વંયસેવકો પોતાના જીવના જોખમે શબનું અંતિમ સંસ્કાર કરતાં હોય છે. જો શ્મશાન ઘાટ ઉપર મુસ્લિમ યુવકો કામ કરી રહ્યાં છે, તો તેને એકતાની નજરથી જોવાની જરૂરત છે.
કોરોનાના વધતા સંક્રમણમાં કોઈ વ્યક્તિ ઘરમાંથી બહાર નિકળવા માટે તૈયાર નથી, તેવા સમયે ઘણા સેવાભાવી લોકો જનતાની સેવા અથવા મદદ કરવા માટે પોતાના જીવની ચિંતા કરતા હોતા નથી, પરંતુ તેમાં પણ રાજકારણીઓ ખામીઓ કાઢતા ફરી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, ઈતિહાસને ઉઠાવીને જોઈશું તો બીજેપીના નેતાઓ હિન્દુ-મુસ્લિમો વચ્ચે નફરત ફેલાયેલી રહે તેવા જ નિવેદનો આપતા રહ્યાં છે. દિલ્હી ચૂંટણી વખતે તો બીજેપી નેતાઓએ પોતાની બધી જ હદ્દો પાર કરી દીધી હતી. હિન્દુ-મુસ્લિમ કર્યામાં ને કર્યામાં આજે કોરોના સામે લડવામા ફાંફા પડી રહ્યાં છે.
નફરત ફેલાવનારા આવા નેતાઓના કારણે દેશ બદનામ થઈ રહ્યો છે અને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. આવા બીજેપી નેતાઓને ખબર છે કે, જો હિન્દુ-મુસ્લિમ એક થઈ જશે તો તેમની હિન્દુત્વ પર ચાલતી રાજનીતિ પર પૂર્ણ વિરામ લાગી જશે. જેથી જ્યાર સુધી મુસ્લિમોને તેઓ વિલનના રૂપમાં દર્શાવતા રહેશે ત્યાર સુધી તેમની રાજનીતિ ચમકતી રહેશે. તેથી એક મુસ્લિમ સ્વયંસેવક પણ મહામારી કાળમાં પણ તેમને ખૂંચી જાય છે.