ડેંગ્યુ તાવનો સામનો કરવા આટલુ કરો…

0
1723

આ દિવસોમાં ડેંગ્યુ ખૂબ જ આતંક મચાવી રહ્યો છે. ડેંગ્યુ માદા એડીઝ ઈજિપ્ટ મચ્છર કરડવાથી થાય છે. મચ્છર કરડ્યાના લગભગ ૩-૫ દિવસ બાદ ડેંગ્યુના લક્ષણો દેખાય છે. યોગ્ય સારવાર દ્વારા સ્થિતી પર કાબુ મેળવી શકાય છે. નહિં તો આ બિમારી જીવલેણ સાબીત થઈ શકે છે. જેટલુ મુશ્કેલ કામ ડેંગ્યુના સંક્રમણથી પોતાને બચાવી રાખવુ છે, એટલુ જ મુશ્કેલ તે રોગમાંથી બહાર આવવુ છે.

ડેંગ્યુના લક્ષણો :

ડેંગ્યુ થતા સખત તાવ, હાથ-પગમાં દુઃખાવો, ભુખ ન લાગવી, જીવ મુંઝાવો (ગભરામણ), ઝાળા-ઉલ્ટી, આંખોમાં દર્દ, સખત માથુ દુઃખવુ, નબળાઈ અને પગ દુઃખવા જેવા લક્ષણો જોવા મળે છે.

ડેંગ્યુથી બચવાના ઉપાય :

ઘરની આસપાસ સાફ-સફાઈ રાખો. પીવાના પાણીને ખુલ્લુ ન રાખવુ. તેનાથી ચેપી રોગ થઈ શકે છે. કુલર, પાણીના કુંડા અને છત ઉપર પાણી જમા ન થવા દેવુ જોઈએ. ડૉકટરની સલાહ મુજબ નિયમીત  દવા-સારવાર લેવી જોઈએ. ઉપરાંત રાત્રે સૂતા પહેલા આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરો. મચ્છરોથી બચવા માટે ક્રીમ, સ્પ્રે અને તેલ લગાવવુ. ઠંડુ પાણી ન પીવુ અને વાસી ખોરાક ન ખાવો જોઈએ. પાણી ઉકાળીને અથવા ફિલ્ટર કરીને પીવુ જોઈએ. નારિયેળ પાણી : નારિયેળ પાણીમાં ઈલેકટ્રોલાઈટ્સ સારી એવી માત્રામાં હોય છે. આ ઉપરાંત તે મિનરલ્સનો સારો એવો સ્ત્રોત છે, જે શરીરમાં બ્લડ સેલ્સની ખામીને દૂર કરવામાં મદદ કરે છે. દાડમ : દર્દીને દરરોજ સવારે નાસ્તામાં ૧ કપ દાડમ ખાવા માટે આપો. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તુલસી : ડેંગ્યુ થતા તુલસીના પાનને ઉકાળી લો. દિવસમાં ૩-૪ વાર તેના પાણીનું સેવન કરો.  તેનાથી રોગ-પ્રતિકારક ક્ષમતા વધવા લાગશે. સફરજન : દરરોજ એક સફરજન ખાવુ અથવા તેના જ્યુસનું સેવન કરવુ. તેનાથી બ્લડ પ્લેટલેટ્સની માત્રા વધવા લાગશે.